ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

30 વર્ષે આજે કુંભમાં આ બે ગ્રહોએ કરી યુતિ, ત્રણ રાશિના જાતકો માટે શરું થશે અચ્છે દિન…

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક એવા ગ્રહો અને ગોચર વિશે જણાવવામાં આવ્યું છે જે અમુક રાશિના જાતકો માટે શુભ, લાભદાયી સાબિત થાય છે. આજે એટલે 14મી ફેબ્રુઆરીના પણ આવું જ એક ગોચર થયું છે જેને કારણે યુતિ બની રહી છે. આ યુતિ કઈ રાશિના લોકો માટે કેટલી શુકનિયાળ નિવડશે એના વિશે આપણે અહીં વાત કરવાના છીએ. પણ સૌથી પહેલાં તો જોઈએ કે કયા બે ગ્રહોની યુતિ થઈ રહી છે અને કઈ રાશિમાં…

આજે 14મી ફેબ્રુઆરીના દિવસે ગ્રહોના રાજા સૂર્યદેવ શનિની રાશિ કુંભમાં પ્રવેશ્યા છે અને શનિ પહેલાંથી જ કુંભ રાશિમાં બિરાજમાન છે. એવામાં સૂર્ય અને શનિની કુંભ રાશિમાં યુતિ બની રહી છે. અહીંયા તમારી જાણ માટે કે સૂર્ય અને શનિ સંબંધમાં પિતા-પુત્ર છે અને બંને વચ્ચે મતભેદ ચાલતો જ હોય છે. આવી પરિસ્થિતિમાં એક જ રાશિમાં બંનેનું બિરાજમાન થવું અમુક રાશિના લોકો માટે શુભ સાબિત થશે તો કેટલાક રાશિના લોકો માટે અશુભ સાબિત થઈ રહ્યું છે. 30 વર્ષ બાદ કુંભ રાશિમાં શનિ અને સૂર્યની યુતિ થઈ રહી છે. આવો જોઈએ કઈ છે એ રાશિઓ કે જેને આ યુતિને કારણે બમણો લાભ થઈ રહ્યો છે.

14મી ફેબ્રુઆરી એટલે કે વસંત પંચમીના દિવસે શનિ અને સૂર્યની થઈ રહેલી યુતિને કારણે મેષ રાશિના લોકોને વિશેષ ફાયદો થઈ રહ્યો છે. આ સમયગાળામાં આ રાશિના લોકોને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમે તાણમુક્ત અનુભવશો. કોઈ ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી થશો. અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે એટલું જ નહીં પણ આ સમયગાળા દરમિયાન તમે કોઈ પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે મુલાકાત કરશો.

મિથુન રાશિના લોકો માટે પણ શનિ અને સૂર્યની આ યુતિ લાભદાયી સાબિત થવા જઈ રહી છે. આ સમયગાળા દરમિયાન લવ લાઈફમાં સફળતા મળશે. વેપાર કરવાનું વિચારી રહ્યા છો તો એના માટે પરિસ્થિતિ એકદમ અનુકૂળ રહેશે. સમાજ સેવા ક્ષેત્રે તમારું વર્ચસ્વ વધી રહ્યું છે. કુંવારા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કોઈ મિત્ર સાથે મુલાકાત થશે અને એની સાથે જૂના સંભારણા વાગોળશો.

સિંહ રાશિના લોકો માટે પણ કુંભ રાશિમાં શનિ અને સૂર્યની યુતિ થવાથી અચ્છે દિનની શરૂઆત થઈ રહી છે. ફેબ્રુઆરીનો મહિનો શાંતિ અને નિરાંતે પસાર થઈ જશે. જો કોઈ જગ્યાએ ઈન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો તો તેમાં સફળતા મળશે જ. લોન સંબંધિત બાબતોમાં પણ મોટી રાહત મળી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button