પ્રમોશન ન મળતા નોકરી છોડી, પછી એ જ કંપની ખરીદીને બોસને કાઢી મૂક્યા: જાણો આ મહિલાની પ્રેરક સ્ટોરી… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

પ્રમોશન ન મળતા નોકરી છોડી, પછી એ જ કંપની ખરીદીને બોસને કાઢી મૂક્યા: જાણો આ મહિલાની પ્રેરક સ્ટોરી…

આપણામાંથી અનેક લોકોને ક્યારેકને ક્યારેક એવો અનુભવ થયો જ હશે કે ભાઈ ઓફિસમાં ગમે એટલી મહેનત કેમ ના હોય પણ વાત ઈન્ક્રિમેન્ટની હોય કે પ્રમોશન એ સમયે બોસના ફેવરેટ કે સો કોલ્ડ વર્કોહોલિક કર્મચારીઓના નામ આ લિસ્ટમાં ટોપ પર હોય છે. હવે આ પછી આપણે શું કરીએ છીએ તો કંઈ નહીં મન મારીને બેસી રહીએ, પણ આજે અમે અહીં તમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને કંપનીએ પ્રમોશન ના આપ્યું તો તેણે પોતાની જ કંપની ખરીદી લીધી અને પોતાના જ બોસને નોકરીમાંથી કાઢી મૂક્યા. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી-

સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. અમેરિકન બિઝનેસવુમન જુલિયા સ્ટીવર્ટ (Julia Stewart) જે એક સમયે એપ્પલબી કંપનીની પ્રેસિડન્ટ હતા. જુલિયાને એ સમયે વચન આપવામાં આવ્યું હતું કે જો તે કંપનીને નફો કરાવશે તો તેમને સીઈઓ બનાવવામાં આવશે. જુલિયાએ આ પછી પોતાની ટીમ બનાવી અને દિવસ રાત જોયા વિના મહેનત કરીને ત્રણ વર્ષમાં કંપનીને નુકસાનીમાંથી નફામાં લઈ આવ્યા.

વાત જ્યારે જુલિયાને આપેલા વચનને પૂરું કરવાનો વારો આવ્યો ત્યારે જુલિયાના બોસ પોતાની વાત પરથી ફરી ગયા અને તેમણે જુલિયાને પ્રમોશન આપવાનો ઈનકાર કર્યો. એટલું જ નહીં જ્યારે જુલિયાએ આ પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે તેમને કોઈ જવાબ નહીં આપ્યો. આ વિશ્વાસઘાતથી દુઃખી થઈને જુલિયાએ નોકરી છોડી દીધી.

નોકરી છોડીને જુલિયાએ ઈન્ટરનેશનલ હાઉસ ઓફ પેનકેક જોઈન કરી લીધી અને અહીં પાંચ વર્ષ બાદ તેમણે કંપનીને નવી ઊંચાઈ પર પહોંચાડી. જ્યારે નવી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર નવી કંપની ખરીદવાનો વિચાર કરી રહ્યા હતા ત્યારે જુલિયાએ તેમને પોતાની જ જૂની કંપની ખરીદવાનો આઈડિયા તેમને આપ્યો.

બસ પછી શું બધા લોકોની સહમતિ મળતાં જ 2.3 બિલિયન ડોલર એટલે કે 20,243 કરોડ રૂપિયામાં જુલિયાની નવી કંપનીએ તેમની જૂની કંપનીની ખરીદી લીધી. આમ જુલિયા પોતાની જૂની કંપનીની બોસ બની ગઈ. જુલિયાએ પોતાની જૂની કંપનીના બોસ બનતાં જ સૌથી પહેલાં ખોટું વચન આપનારા સીઈઓને નોકરીમાંથી કાઢી મૂક્યા અને જુલિયા પોતાની કંપનીની બોસ બની ગઈ.

માન ગયે ભાઈસાબ, જુલિયાએ પોતાની મહેનત અને લગનથી એક વાત તો સાબિત કરી દીધી કે કોઈ પણ વસ્તુ કે કામ મુશ્કેલ નથી હોતું. જુલિયાએ પોતાની આ સ્ટોરી એક પોડકાસ્ટમાં શેર કરી હતી અને હવે તે સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહી છે.

આ પણ વાંચો…મનોજ જરાંગેના આંદોલનને કારણે ચર્ચામાં આવેલા Azad Maidanના હિડન ફેક્ટ્સ જાણો છો?

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button