ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

પચીસ વર્ષનો જસ કાલરા દીન દુખિયાનો છે તારણહાર

ફોકસ -સાશા શર્મા

હરિયાણાના ગુરુગ્રામમાં રહેતો પચીસ વર્ષનો જસ કાલરા નિસ્વાર્થ ભાવે ગરીબ અને નિસહાય લોકોની સેવા કરી રહ્યો છે. તે ‘અર્થ સેવિયર્સ ફાઉન્ડેશનના માધ્યમથી લગભગ ૧૨૦૦ લોકોની કાળજી લઈ રહ્યો છે. આવા લોકોને રોજબરોજની જરૂરિયાતો તે પૂરી કરે છે, તેમનું પુનર્વસન કરે છે અને તેમના પ્રત્યે ખૂબ કરુણા દેખાડે છે. લોકની સેવા કરવાનો ગુણ તેને તેના પિતા રવી કાલરા તરફથી વારસામાં મળ્યો છે. તેનું સપનું છે કે ગુરુગ્રામમાં નિસહાય લોકો માટે વિશ્ર્વનું સૌથી મોટું એવુ આશ્રયસ્થાન બનાવે. દુખીયાઓની પીડા સાંભળીને તેને દૂર કરવાનો પ્રયાસ કરવો એ જ લક્ષ્ય જસ કાલરાનો છે.

જસ જ્યારે ૯ વર્ષનો હતો ત્યારથી તેના પિતાને લોકોની સેવા કરતો જોતો આવ્યો છે. તેના પિતા રવી કાલરાએ ૨૦૦૮માં ‘અર્થ સેવિયર્સ ફાઉન્ડેશન’ની સ્થાપના કરી હતી. તેઓ સમાજ, પશુઓ અને પર્યાવરણનાં સંરક્ષણ માટે કાર્યો કરતા આવ્યા છે. તેઓ જાતે તકલીફમાં પીડાતા લોકોને રસ્તા પરથી ઉઠાવીને લાવતાં અને ફાઉન્ડેશનમાં આશરો આપતાં હતાં.

જસ જ્યારે ૨૧ વર્ષનો થયો ત્યારે પિતા પાસેથી અન્યોની તકલીફને સમજીને દૂર કરવાનું શીખ્યો હતો અને એ વારસાને આગળ ધપાવી રહ્યો છે. જોકે કુદરતનો ન્યાય પણ અનેરો છે થોડા સમય બાદ તે જસે પિતાની છત્રછાયા ગુમાવી દીધી. તેના માટે તો આગળની જર્ની અઘરી બની ગઈ હતી. તેના ઉપર અચાનક એ ૬૦૦ લોકોની જવાબદારી આવી ગઈ, જેમની સેવા તેના પિતા કરતા હતાં. કેટલાક લોકો રોગ-બીમારીથી પીડાતા હોય છે, તો કેટલાક લોકો મરણપથારીએ પહોંચી ગયા હોય છે. જસે પોતે લગભગ ૧,૫૦૦ લોકોને રસ્તા પરથી ખરાબ સ્થિતિમાંથી ઉગાર્યા છે. સાથે જ ૩,૦૦૦ લોકોને તેમના પરિવાર સાથે ફરીથી મિલન કરાવ્યું છે. લોકોની સેવા કરવામાં જે ખુશી તેને મળે છે એને તે શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો. આટલુ જ નહીં તેણે તો અનેક દેહોના અંતિમ સંસ્કાર પણ કર્યા છે જેમની ના તો કોઈ ઓળખ હતી કે ના તો કોઈ ઠેકાણું હતું. તેનું કહેવુ છે કે વ્યક્તિના નિધનને પણ સન્માન મળવું જોઈએ. આવા લોકોની દરકાર લેવાની તાકાત પિતા તરફથી મળી છે એવુ જસ કહે છે. જનસેવા વિશે તારણહાર જસે કહ્યું કે, ‘અમારી જેમ કેટલાક લોકો જેમને અમારા કામ પર વિશ્ર્વાસ છે તેમની મદદથી આ સેવાનું કાર્ય ચાલી રહ્યું છે. દરેક વ્યક્તિ સન્માનને પાત્ર છે.’

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ