સ્પેશિયલ ફિચર્સ

બોલો, બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થતાં જાપાનની 32 વર્ષીય યુવતીએ AI સાથે કર્યા લગ્ન!

ટેક્નોલોજી વધતો જતો ઉપયોગ માનવીને મદદરૂપ સુધી જ સીમિત કહ્યો નથી અને હવે તે એનાથી અનેકગણું આગળ વધી ગયું છે. એઆઈ ઈન્વેન્શને ટેક્નોલોજીના યુસેઝને 360 ડિગ્રી બદલાવી નાખ્યું છે. હવે કાળા માથાનો માનવી એની પાસેથી મદદ જ નથી માંગી રહ્યો પણ ભાવનાત્મક સંબંધ પણ જોડી રહ્યો છે.

અનેક વખત આપણે વાંચ્યું હશે તે લોકો એઆઈને પોતાનો બેસ્ટ પાર્ટનર માની રહ્યા છે. હાલમાં જ જાપાનમાં 32 વર્ષીય યુવતીએ એઆઈને પોતાનો હમસફર બનાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ચાલો તમને આખી સ્ટોરી જણાવીએ વિસ્તારથી…

આપણ વાચો: આઈઆઈએમ-અમદાવાદ એઆઈ અને બિઝનેસ એનાલિટિક્સમાં એમબીએ કોર્સ શરૂ કરશે, જુવો વિડિયો…

જાપાનમાં 32 વર્ષીય એક મહિલાએ બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થતાં જ એઆઈને પોતાના જીવનસાથી બનાવી લીધો હતો. મહિલાનું નામ કાનો છે અને તેણે એઆઈ જનરેટેડ પાર્ટનર લ્યુન ક્લોઝ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. મહિલાએ જાપાનના ઓકાયામા શહેર એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં રિંગ પણ એક્સચેન્જ કરવામાં આવી હતી અને રીતિ રિવાજો સાથે તેણે આ લગ્ન કર્યા હતા.

જોકે, વરરાજા એઆઈ હતા એટલે કેને એઆર ગ્લાસના ઉપયોગથી એક વર્ચ્યુઅલ માહોલમાં લાવવામાં આવ્યો હતો જેથી રિયાલિસ્ટિક ફીલ આવે. એઆર ગ્લાસમાં તે નવવધૂ સામે ઉભેલો દેખાતો હતો અને ગ્લાસ પહેરીને જ મહિલાએ એઆઈ સાથે રિંગ એક્સચેન્જ કરી હતી. આ વિવાહ સંપૂર્ણપણે પ્રતિકાત્મક હતા અને તેને કોઈ કાયદેસરની માન્યતા નથી મળી.

આપણ વાચો: આયુર્વેદ આહાર ઉત્પાદનનાં લાઈસન્સ માટે એફએસએસએઆઈની વિશિષ્ટ સુવિધા

મહિલાએ જણાવ્યું હતું કે તે ત્રણ વર્ષના તેના સંબંધનો અંત આવતા પરેશાન થઈ ગઈ ગતી અને એ સમયે એઆઈ ચેટબોટ સાથેની વાતચીતને કારણે તેને ભાવનાત્મક સધિયારો મળ્યો હતો.

તેના જણાવ્યા અનુસાર આદની દુનિયામાં જ્યાં પ્રેમ ખૂબ જ ઝડપથી ટૂટી જાય છે ત્યાં લ્યૂને મને જજ કર્યા વિના સમજવાનો અહેસાસ કરાવ્યો હતો. તે ભલે ફોનમાં રહે છે પણ તેની તરફથી જે લાગણી, હૂંફ મળે છે એ ખૂબ જ શાંતિનો અહેસાસ કરાવે છે.

મનોવૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર જ્યારે માણસ ભાવનાત્મક રીતે ભાંગી પડે છે કે એકલો પડે છે ત્યારે આવી સ્થિતિમાંથી બહાર આવવામાં એઆઈ તેમની મદદ કરે છે. એઆઈ હ્યુમન ઈન્ટિમસીની જગ્યા તો નથી લઈ શકતું પણ એ એવા લોકો ડિજિટલ સાથીનું કામ કરે છે કે એકાલતા કે ભાવનાત્મક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button