મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

44 વર્ષમાં Nitish Bhardwajથી લઈને Sumedh Mudgalkar સુધી આટલા બદલાયા રીલ લાઈફના કૃષ્ણ…

આજે જન્માષ્ટમીનો તહેવાર. ભગવાન કૃષ્ણનો જન્મદિવસ…હિંદુ ધર્મમાં સૌથી શક્તિશાળી દેવ અને જગતના પાલનહારા ભગવાન કૃષ્ણને વિષ્ણુના આઠમા અવતાર માનવામાં આવે છે. આજે આ પાવન અવસર પર અમે અહીં વાત લઈને આવ્યા છીએ એવા કલાકારો વિશે કે જેણે પડદા પર શ્રીકૃષ્ણની ભૂમિકા કરીને દર્શકોને રિયલ લાઈફમાં કૃષ્ણ સાથે જોડવાનું પડકારજનક કામ કર્યું. ચાર-ચાર દાયકાઓ સુધી આ કલાકારોએ કૃષ્ણના જીવનના વિવિધ પાસાઓથી ભક્તોને પરિચય કરાવીને મોહનની મોહિની લગાવી હતી. ચાલો જોઈએ કયા છે આ કલાકારો-

આ પણ વાંચો : કૃષ્ણ એટલે કૃષ્ણ

નીતિશ ભારદ્વાજઃ
કૃષ્ણની વાત કરીએ તો સૌથી પહેલાં યાદ આવે બીઆર ચોપ્રાની મહાભારતમાં કૃ્ષણનો રોલ કરીને ઘર-ઘરમાં પહોંચીને દર્શકોને માધવનું ઘેલું લગાડનાર નીતિશ ભારદ્વાજની. આજે વર્ષો બાદ પણ ફેન્સને નીતિશ ભારદ્વાજને લોકો કૃષ્ણની ભૂમિકા માટે યાદ કરે છે. વાત કરીએ કૃષ્ણની ભૂમિકા માટે નીતિશને ચૂકવવામાં આવતી ફીની તો 1980ના દાયકામાં તેમને 3000 રૂપિયાની ફી આપવામાં આવી હતી.

સર્વદમન ડી. બેનર્જીઃ

નીતિશ ભારદ્વાજ બાદ કૃષ્ણ બનીને જો બીજા કોઈ કલાકારે દર્શકોના દિલ પર રાજ કર્યું હોય તો તે છે સર્વદમન ડી. બેનર્જી. નીતિશ ભારદ્વાજે રામાયણમાં રામનો રોલ કરીને જે રીતે કલાકાર અરુણ ગોવિલે રામની ભૂમિકા કરનારાઓ માટે જે રીતે હાઈ સ્ટાન્ટર્ડ સેટ કરી દીધા હતા એ જ રીતે પણ કૃષ્ણની ભૂમિકા કરનારાઓ માટે હાઈ સ્ટાન્ડર્ડ સેટ કર્યા હતા. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર સર્વદમન બેનર્જીને રામાનંદ સાગરની સીરિયલ શ્રીકૃષ્ણામાં કૃષ્ણનો રોલ કરવા માટે એક એપિસોડના 10,000 રૂપિયા ચૂકવવામાં આવતા હતા.

સ્વપ્નિલ જોષીઃ
રામાનંદ સાગરની જ સીરિયલ શ્રી કૃષ્ણામાં યુવાન કૃષ્ણનો રોલ કરનાર કલાકાર સ્વપ્નિલ જોષીએ પણ નામ અને દામ બંને કમાવ્યા હતા. સ્વપ્નિલ જોષીએ મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારું નામ કમાવ્યું છે અને ભારતના ટેલિવિઝન હિસ્ટ્રીમાં લેતાના સૌથી મોટા નામમાંથી એક છે. આ સીરિયર માટે સ્વપ્નિલને 20,000 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.

સૌરભ રાજ જૈનઃ
ટીવી એક્ટર સૌરભ રાજ જૈન એ સમયે ભારતનું એક ઘરેલું નામ બની ગયું જ્યારે તેણે સિદ્ધાર્થ કુમાર તિવારીના મહાકાવ્ય શો મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણનો રોલ કર્યો હતો. નીતિષ, સર્વદમન અને સ્વપ્નિલની જેમ જ સૌરભ રાજ જૈને પણ સ્ક્રીન પર શ્રી કૃષ્ણની ભૂમિકા નિભાવીને દર્શકોને શ્રીકૃષ્ણ સાથે જોડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો સૌરભને પ્રતિ એપિસોડ 2.50 લાખ રૂપિયાની ફી ચૂકવવામાં આવી હતી.

સૌરભ પાંડેઃ
સૂર્યપુત્ર કર્ણમાં સૌરભ પાંડે કૃષ્ણની ભૂમિકા ભજવીને ઓડિયન્સના માનસપટલ પર કૃષ્ણની એક અલગ જ છબિ કોરી હતી. ટીવીના હેન્ડસમ એક્ટર અનેક વર્ષોથી ટેલી ઈન્ડસ્ટ્રીનો હિસ્સો રહ્યો છે, પણ સૂર્યપુત્ર કર્ણમાં કૃષ્ણનો રોલ કરીને ફેન્સની યાદોમાં જીવંત છે.

સુમેધ મુદ્ગલકરઃ
નીતિષ ભારદ્વાજથી શરુ થયેલી ચાર દાયકાની યાત્રામાં પડદા પર કૃષ્ણ ખૂબ જ બદલાયા પણ આજની યુવાપેઢી કદાચ કૃષ્ણના રોલમાં સુમેધ મુદ્ગલકરને ખૂબ જ પસંદ કર્યો. એક્ટર સુમેધે ટીવી સીરિયલ રાધાકૃષ્ણમાં કૃષ્ણનો રોલ કરીને યુવાપેઢીને એક આગવા જ કૃષ્ણનો પરિચય કરાવ્યો હતો.

ધૃતિ ભાટિયાઃ
આ બધા કૃષ્ણા કરતાં આ કૃષ્ણ કંઈક અલગ જ હતો અને દર્શકોના કાન પર હજી પણ લિટલ કૃષ્ણનો મીઠડો અવાજ ગુંજે છે. 40-45 વર્ષના સમયગાળામાં તમે અનેક કલાકારોને બાળ કૃષ્ણનો રોલ કર્યો છે, પણ આ બધામાં ધૃતિ ભાટિયાની વાત જ અલગ છે. રિપોર્ટ્સમાં કરાયેલા દાવા અનુસાર ધૃતિ ભાટિયાને 20,000 રૂપિયાની ફી ચૂકવવામાં આવી હતી.

Show More

Related Articles

Back to top button
વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…