દુનિયામાં એક એવી બેંક જ્યાં સોનાને બદલે ‘ચીઝ’ ગીરો મૂકીને મળે છે લોન; જાણો આ અનોખી સિસ્ટમ પાછળનું કારણ…

દુનિયામાં એક તરફ જ્યાં સોનુ, પ્રોપર્ટી, મશીનરી અને અન્ય કિંમતી સામાનને લોન કોલેટરલ છે, પરંતુ શું તમને ખબર છે કે દુનિયામાં એક બેંક એવી પણ છે કે જ્યાં ગેરેન્ટી તરીકે આ તમામ વસ્તુને બદલી ચીઝ (Cheese) પર પસંદગીનો કળશ ઢોળ્યો છે? ચોંકી ઉઠ્યા ને? વાંચવામાં કદાચ તમને અજીબ પણ લાગશે, પરંતુ આ હકીકત છે. ચાલો તમને આ અનોખી બેંક વિશે જણાવીએ અને આ પાછળનું કારણ પણ જણાવીએ…
અમે અહીં જે બેંક વિશે વાત કરી રહ્યા છીએ એ બેંકે 1950ના દાયકાથી અનોખી બેંકિંગ પ્રણાલી હેઠળ ખેડૂતોને લોન આપવાના બદલામાં કેશ કે પ્રોપર્ટીને બદલે લોનની સિક્યોરિટી તરીકે ચીઝને સ્વીકારવાનું શરૂ કર્યું હતું. આ સિસ્ટમ ક્રેડિટો એમિલિયાનોમાં કામ કરે છે અને તેને ક્રેડમ તરીકે ઓળખવામાં આવે છે. જમીનના દસ્તાવેજો કે મશીનરી માંગવાને બદલે બેંક કોલેટરલ તપીકે પરમેસ રેગિયાનો ચીઝનો એક મોટો ટૂકડો માંગે છે.
હવે તમને થશે કે લોનના કોલેટરલ તરીકે ચીઝ લઈને બેંક લોનની રિકવરી કરી શકે છે એની તો તમારી જાણ માટે કે આ ચીઝનો ટૂકડો કોઈ સામાન્ય ટૂકડો નથી. આ ચીઝનો ટૂકડો એક હાઈ વેલ્યુ પ્રોડક્ટ છે, જેમાં ક્વોલિટી કન્ટ્રોલ અને ગેરેન્ટેડ માર્ક છે. આ ચીઝની શેલ્ફ લાઈફ ખૂબ જ લાંબી હોય છે. સ્થિર માંગણીને કારણે અનુમાનિત કિંમતમાં વૃદ્ધિ તેને એક સેફ એસેટ બનાવે છે.
વાત કરીએ કે બેંક દ્વારા લોનના કોલેટરલ ચીઝને સ્વીકારવાનો આઈડિયા ક્યાંથી આવ્યો એની તો 1953માં ખેડૂતોને ચીઝને લાંબા સમય સુધી પકાવવાની પ્રક્રિયા દરમિયાન કેશ ફ્લોમાં સમસ્યા થતી હતી. તમારી જાણકારી માટે કે ચીઝને પકાવવા માટે 18થી 36 મિનિટનો સમય લાગે છે. આ સમયગાળા દરમિયાન પ્રોડ્યુસર્સ પાસે કોઈ આવક નહોતી થતી. બેંક દ્વારા આ જ ગેપને ભરવા માટે આ પગલું ભરવામાં આવ્યું હતું.
ખેડૂતો કાચા કે પછી અડધા પાકેલા ચીઝના ચકગાને બેંકમાં જમા કરાવે છે અને ટીઝની અનુમાનિત ભવિષ્યની માર્કેટ વેલ્યુના 70છી 80 ટકા સુધીની રકમ લોન તરીકે પ્રાપ્ત કરી શકે છે. ચીઝને બેંકના ખાસ ક્લાઈમેટ કન્ટ્રોલ ગોડાઉનમાં સ્ટોર કરે છે, જેને ચીઝ વોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ સુવિધા તાપમાન અને મોઈશ્ચરને જાળવી રાખવામાં મદદ કરે છે અને ચીઝ પકાવવામાં મદદ કરે છે.
દરરોજ ચીઝના ચકદાનું નિરીક્ષણ કરવામાં આવે છે, જેથી પ્રોડક્ટની ક્વોલિટી અને લોનની સુરક્ષા બંને જળવાઈ રહે. જો કોઈ લોન લેનાર વ્યક્તિ લોન ચૂકવવામાં નિષ્ફળ રહે છે તો બેંક સંપૂર્ણપણે પાકેલી ચીઝને બજારમાં વેચી દે છે. ચીઝની કિંમત કિંમત તીને ઉંમર પ્રમાણે વધે છે અને આ જ કારણ છે કે બેંક લોનની અમાઉન્ટ સરળતાથી વસૂલી શકે છે.
તમે પણ ચોંકી ઉઠ્યા ને આ અનોખી બેંક વિશે જાણીને? આવી જ અજબ-ગજબની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને?



