સ્પેશિયલ ફિચર્સ

વાઘની સાથે પંગો લેવાનું શ્વાનને પડ્યું ભારે

આમતો દરેક પ્રણીઓને ખબર જ હોય કે આ પ્રાણી આપણા કરતા વધારે કદાવર છે એટલે તે સળી કરવાનું ટાળે છે. તેમાં જો વાઘ કોઇ જગ્યાએ સૂતો હોય તો તેનાથી દસ ફૂટ દૂરથી જ નીકળીએ પરંતુ અહી એક કૂતરાએ જાણી જોઇને વાઘ સાથે પંગો લીધો હતો અને પછી ખેલ ખતમ.

એક વાઘ ઝાડ નીચે આરામથી આરામ કરતો હતો. ત્યારે તેની નજીકથી એક કૂતરું નીકળ્યું અને તેને વાઘને ભસવાનું ચાલુ કર્યું. જો કે વાઘ ભર ઊંઘમાં હતો પરંતુ કૂતરાએ ભસવાનું ચાલુ રાખતા વાઘનો પિત્તો ગયો અને ગણતરીની સેંકડોમાં જ એક ઝપટ મારીને કૂતરાનું રામ નામ સત્ય કરી નાખ્યું હતું.

આ વીડિયો સોશિયલ મિડીયામાં શેર કરવામાં આવ્યો છે. અને કેપ્શન લખ્યું છે કે સૂતેલો હોય તો પણ વાઘ છે. આ વીડિયો રણથંભોરના T120 ટાઈગરનો છે, અહીના વાઘ ચિત્તા, રીંછ અને હાઈનાને પણ પોતાનો શિકાર બનાવે છે. આ ક્લિપ રાજસ્થાનના ‘રણથંભોર ટાઈગર રિઝર્વ’ની છે. આ વિડીયો અત્યારે ખૂબજ વાઇરલ થઇ રહ્યો છે. આ ક્લિપ માત્ર 27 સેકન્ડની જ છે.

આ ક્લિપ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 55 હજારથી વધુ વ્યૂઝ અને 1300થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. તેમજ સેંકડો યુઝર્સ આ અંગે પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. જ્યાં કેટલાક યુઝર્સે કહ્યું હતું કે તે આ પ્લાન્ડ ઘટના લાગે છે. એવું લાગે છે કે જાણે પ્રવાસીઓના મનોરંજન માટે કૂતરાની બલિ ચઢાવવામાં આવી હતી. જ્યારે કેટલાકે કહ્યું હતું કે કૂતરાએ ચુપચાપ તેના રસ્તે ચાલ્યા જવું જોઈતું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress