જાહેરમાં પિતા મુકેશ અંબાણી માટે આ શું બોલી Isha Ambani? નીતા અંબાણીએ આપ્યું આવું રિએક્શન…
અંબાણી પરિવાર (Ambani Family) કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે અને હાલમાં જ અમેરિકાના 47મા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Dolanld Trump)ના શપથગ્રહણ સમારોહમાં પણ દુનિયાભરથી માનવંતા મહેમાનો આવ્યા હતા, પરંતુ આ બધા વચ્ચે આપણા નીતા અંબાણી (Nita Ambani) અને મુકેશ અંબાણી (Mukesh Ambani) સૌથી વધુ ચર્ચાયેલા ચહેરા હતા. હવે આ બધા વચ્ચે પરિવારની લાડકવાયી દીકરી ઈશા અંબાણી (Isha Ambani)નો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં પિતા મુકેશ અંબાણી માટે ઈશા અંબાણીએ કંઈ કહ્યું હતું કે જે સાંભળીને મુકેશ અંબાણી પણ ચોંકી ઉઠશો, આવો જોઈએ શું કહ્યું ઈશા અંબાણીએ-
ઈશા અંબાણી અને મુકેશ અંબાણી વચ્ચે ખૂબ જ સ્ટ્રોન્ગ બોન્ડ જોવા મળે છે અને એનો પરિચય તો આપણને અનેક વખત અલગ અલગ ઈવેન્ટ્સમાં થયો જ છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર ઈશા અંબાણીનો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે પિતા મુકેશ અંબાણી વિશે કંઈક એવું બોલી જાય છે કે જે સાંભળીને નેટિઝન્સ જ નહીં પણ ખુદ મુકેશ અંબાણી પણ ચોંકી ઉઠશો.
સોશિયલ મીડિયા પર આ વીડિયો @nitamukesh.ambaniના નામથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ઈશા અંબાણી એવું કહેતી સાંભળવા મળે છે કે પપ્પા તમે એક ઈન્સપિરેશન છો. એક બિઝનેસમેન તરીકે જ નહીં પણ એક પિતાના રૂપમાં પણ. જામનગર અને તમે અમને સમજાવ્યું કે કંઈ પણ અશક્ય નથી, જ્યારે આપણે સાથે આવી છીએ યુનિટી, પેશન અને પર્પઝ સાથે. ઈશા અંબાણીનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયો જામનગરમાં યોજાયેલા જ એક ઈવેન્ટનો હોવાનું કહેવાઈ રહ્યું છે.
ઈશા જ્યારે મુકેશ અંબાણી માટે આ વાતો રહી હતી એ સમયે મુકેશ અંબાણીની સાથે નીતા અંબાણી પણ ત્યાં હાજર હતા. દીકરીની આ વાત સાંભળીને નીતા ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને તેમણે આપેલું રિએક્શન પણ લોકોને પસંદ આવી રહ્યું છે. જ્યારે મુકેશ અંબાણી ખૂબ જ આરામથી કેઝ્યુઅલી દીકરીની વાત સાંભળી રહ્યા છે.
આ પણ વાંચો : કાંચીપુરમ્ સાડી, 18મી સદીની હેરિટેજ જ્વેલરી…Donald Trumpને ય ના છોડ્યા નીતા અંબાણીએ તો…
આ વીડિયો પર નેટિઝન્સ લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે ઈશા અંબાણીની સ્માઈલ એકદમ ક્યુટ અને ઈનોસન્સથી ભરપૂર છે. તમે એકદમ તમારા પિતા જેવા જ છો. બીજા એક યુઝરે લખ્યું હતું કે વાહ શું સ્પીચ છે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે ખૂબ જ સુંદર પરિવાર છે તો વળી બીજા એક યુઝરે લખ્યું હતું કે નજર ના લાગે… તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો-