
મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લાડકવાયી ઈશા અંબાણી પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટની સાથે સાથે જ પોતાના બિઝનેસને લઈને પણ ચર્ચામાં રહે છે. આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટરમાં સામેલ ઈશા અંબાણી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની લીડ કરી રહી છે, પરંતુ શું તમને ખબર છે કે રિલાયન્સને જોઈન કરતાં પહેલાં ઈશા અંબાણી શું કરતી હતી? નહીં ને? ચાલો તમને જણાવીએ…
ઈશા અંબાણીએ આજે પોતાની લીડરશિપ સ્કીલ્સ બિઝનેસ એપ્રોચથી રિલાયન્સને નવી ઊંચાઈ પર પહોંચાડવામાં સિંહફાળો આપ્યો છે, પરંતુ ખૂબ જ ઓછા લોકોને આ વાતનો અંદાજો છે કે ફેમિલી બિઝનેસ જોઈન કરતાં પહેલાં ઈશાએ બીજી કંપનીમાં નોકરી કરી હતી. ઈશા અંબાણીએ રિલાયન્સ જોઈન કરી એ પહેલાં મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ મૈંકિંસે એન્ડ કંપની સાથે એક બિઝનેસ એનાલિસ્ટ તરીકે કામ કર્યું હતું.
ઈશાએ આ કંપનીમાં બે વર્ષ સુધી કામ કર્યું હતું અને ત્યાર બાદ તેણે ફેમિલી બિઝનેસ જોઈન કર્યો. પહેલાં રિલાયન્સ જિયોની ટીમમાં સામેલ થઈ, જ્યાં તે ડિજિટલ સર્વિસના ડેવલપમેન્ટમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે.
વાત કરીએ બિઝનેસ એનાલિસ્ટની જોબ વિશે તો બિઝનેસ એનાલિસ્ટ કંપનીઓને એમના બિઝનેસ સંબંધિત બાબતોમાં મદદ કરે છે અને એમનું મુખ્ય કામ એ સમજવાનું હોય છે કે કંપનીને શેની જરૂર છે અને કસ્ટમરની રિક્વાયરમેન્ટ શું છે? આ જોબ માટે બિઝનેસ, ઈકોનોમિક્સ, કોમ્પ્યુટર સાયન્સ કે એન્જિનિયરિંગમાં બેચલરેટની ડિગ્રી મેળવવી પડે છે. આ સિવાય એમબીએ કરીને પણ આ નોકરી કરી શકાય છે.
ભારતમાં બિઝનેસ એનાલિસ્ટની સેલરી એક્સપિરિયન્સ અને કંપની પર નિર્ભર કરે છે. પરંતુ શરૂઆતમાં આશરે ત્રણથી છ લાખ રૂપિયા પ્રતિ વર્ષ પગાર ચૂકવવામાં આવે છે.