સ્પેશિયલ ફિચર્સ

HDFC બેંકમાં છે તમારું બેન્ક એકાઉન્ટ? તો આ સમાચાર તમારા માટે જ છે…

પ્રાઈવેટ સેક્ટરની મોટી બેંકોમાંથી એક એવી એચડીએફસી બેંકના ગ્રાહકો દેશભરમાં છે અને દેશના નાનામાં નાના ગામડાથી લઈને મોટા મોટા શહેરોમાં એચડીએફસી બેંકનું નેટવર્ક ફેલાયેલું છે. હવે આ બેંકના ગ્રાહકો માટે ગુડ ન્યુઝ આવ્યા છે અને આ સમાચાર બેંક દ્વારા વ્યાજદરમાં કરવામાં આવેલા ફેરફરક સંબંધિત છે.

એચડીએફસી બેંક દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદર સંદર્ભે મહત્ત્વનો નિર્ણય લીધો છે અને આ નવા વ્યાજદર 27મી નવેમ્બર, 2023થી લાગુ કરવામાં આવશે. બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર હવે બેંક દ્વારા એકથી બે વર્ષની મુદ્દત સુધીની એફડી પર 7.45 ટકરા અને બે વર્ષથી લઈને 10 વર્ષ સુધીની ફિક્સ્ડ ડિપોઝિટ પર 7.2 ટકાનું વ્યાજદર આપવામાં આવશે.

આ ઉપરાંત નોન વિથડ્રોવલ એફડી અંગેના નિયમોમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. પણ એથી પહેલાં આખરે આ નોન વિથડ્રોવર એફડી શું છે એના વિશે વાત કરીએ તો આ પ્રકારની એફડીમાં ખાતાધારક મુદત પૂરી થયા પહેલાં એફડી તોડી કે બંધ નહીં કરી શકે. જો કોઈ કારણઅનુસાર પાકતી મુદ્દત પહેલાં જ ડિપોઝિટ ઉપાડવામાં આવશે તો બેંક ડિપોઝીટ પર કોઈ પણ પ્રકારનું વ્યાજ આપશે નહીં, એવી સ્પષ્ટતા કરવામાં આવી છે.

એચડીએફસી બેંક દ્વારા બે કરોડ કે એનાથી વધારાની રકમ માટે નોન વિથડ્રોવર એફડી રેટ જાહેર કર્યા છે. આ રેટ નીચે પ્રમાણે છે-

એક વર્ષથી લઈને બે વર્ષ સુધીની નોન વિથડ્રોવલ એફડી પર 7.45 ટકા વ્યાજ

બે વર્ષથી લઈને 10 વર્ષ સુધીની નોન વિથડ્રોવલ એફડી પર 7.2 ટકા વ્યાજ

આવા છે એચડીએફસી બેંકના નવા એફડી ઈન્ટરેસ્ટ રેટ

એચડીએફસી દ્વારા આપવામાં આવેલી નવી માહિતી અનુસાર બેંક સાત દિવસથી લઈને 10 વર્ષ સુધીની થાપણ પર સામાન્ય ગ્રાહકોને 3 ટકાથી લઈને 7.20 ટકા સુધીનો વ્યાજદર આપવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલાં યેસ બેંક દ્વારા 21મી નવેમ્બર,2023થી બે કરોડ કરતાં ઓછી રકમની એફડીના ઈન્ટરેસ્ટ રેટમાં પણ વધારો કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button