સ્પેશિયલ ફિચર્સ

હેં, લિપસ્ટિક વેજ છે કે નોનવેજ? 99 ટકા લોકોને નથી ખબર આ સવાલનો જવાબ…

લિપસ્ટિક એ દરેક મહિલાઓની વેનિટી બેગમાં સૌથી મહત્ત્વની વસ્તુ હોય છે. ઓફિસ ગોઈંગ વર્કિંગ વુમન હોય કે કોલેજ જનારી કોલેજ ગર્લ દરેક મહિલા દરરોજ દિવસમાં લાઈટ શેડ તો લાઈટ શેડની લિપસ્ટિક ચોક્કસ લગાવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે લિપસ્ટિક કઈ રીતે બને છે, તે શાકાહારી હોય છે કે માંસાહારી? લિપસ્ટિક બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે, તેના કલર્સ કઈ રીતે બદલાય છે? આ તમામ સવાલોના જવાબ આજે અમે અહીં તમને આપવા જઈ રહ્યા છીએ, પણ એ માટે તમારે આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે.

સૌથી પહેલાં તો વાત કરીએ લિપસ્ટિક શાકાહારી છે કે માંસાહારી એની તો લિપસ્ટિક બંને ફોર્મેટમાં ઉપલબ્ધ છે. લિપસ્ટિકના રંગ અને એને બનાવવાની પેટર્ન પરથી નક્કી થાય છે કે તે શાકાહારી છે કે માંસાહારી. જી હા, સાંભળવામાં ભલે આ વિચિત્ર લાગે પણ આ હકીકત છે. ચાલો જાણીએ કઈ રીતે-

આ પણ વાંચો: આ દેશમાં રેડ લિપસ્ટિક લગાવી તો પહોંચી જશો જેલમાં…

જો તમે રેડ કલરની લિપસ્ટિક લગાવો છો તો સમજી જાવ તે તમારી આ લિપસ્ટિક નોનવેજની કેટેગરીમાં આવે છે. લાલ લિપસ્ટિમાં કારમાઈન નામનો એક શેડ હોય છે, જે કારમાઈનમાંથી કાઢવામાં આવેલું એક લાલ રંગનું રંગદ્રવ્ય છે.

હવે તમન થશે કે આ કારમાઈન આખરે છે શું? તો આ રહ્યો તમારા સવાલનો જવાબ. કારમાઈન એ એક પ્રકારનો કીડો છે, જે અમેરિકામાં જોવા મળે છે. આ કીડામાંથી રંગ બનાવવામાં આવે છે અને આ રંગમાંથી લિપસ્ટિક અને આઈશેડો બનાવવામાં આવે છે. કારમાઈનમાંથી બનાવવામાં આવેલી લિપસ્ટિક તમારા હોઠને પણ સોફ્ટ રાખે છે.

આ પણ વાંચો: ખૂબ જ ખાસ છે નીતા અંબાણીની લિપસ્ટિક, હોઠ પર લગાવતાં જ…

ટૂંકમાં વાત કરીએ તો જે પણ પ્રોડક્ટમાં કારમાઈન હોય એ તમામ પ્રોડક્ટ નોન વેજની કેટેગરીમાં આવે છે, પછી તે લિપસ્ટિક હોય કે આઈશેડો. લિપસ્ટિક પર લગાવવામાં આવેલા લેબલને તપાસો અને જો તેના પર કારમાઈનનો ઉલ્લેખ જોવા મળે છે તો એ લિપસ્ટિક 100 ટકા માંસાહારી છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા પરિવારના સભ્યો અને મિત્રો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button