મેલ મેટર્સઃ પ્રેમ તૂટે – લગ્ન તૂટે કે સંબંધ તૂટેઃ દરેક કિસ્સામાં માત્ર પુરુષ જ જવાબદાર?
• અંકિત દેસાઈ
આજકાલ સંબંધ અત્યંત ઉપરછલ્લા થઈ ગયા છે. એક સમય હતો જ્યારે સંબંધ તૂટતો કે લગ્ન તૂટતા ત્યારે હોહા થઈ જતી. આવું કશુંક થાય તો લોકો છોછ પણ અનુભવતા. એ છોછને કારણે પણ ઘણીવાર લોકો સંબંધ નિભાવી લેતા!
જોકે અહીં નકામો-અર્થહીન સંબંધ નિભાવી લેવાની સલાહ નથી આપવી. મુદ્દો એ છે કે હવે સંબંધ તૂટવું કે છૂટા થઈ જવું એ અત્યંત સહજ બની ગયું છે. ઠીક છે. સમાજની એ વૃત્તિને આપણે આધુનિક સમાજ વ્યવસ્થા તરીકે સ્વીકારી લઈએ., પરંતુ એ આધુનિક સમાજ વ્યવસ્થાના અન્યાય તરીકે જે સ્વીકારવાનું નથી થતું તે એ છે કે જો સંબંધ તોડો જ છો અથવા તો સંબંધ તૂટે જ છે તો પછી પ્રેમ અને સમજદારીપૂર્વક આગળ પણ વધી જવું! પછી પોતાને હવે સંબંધ રહ્યો જ નથી તો સામેના માણસને રંજાડવાના આશયથી તેની બદનામી માટે તે વ્યક્તિને કાયદાકીય રીતે ત્રાસ આપવાથી કોઈક પગલું ભરો તો એ ન ચાલે.
આ કથા માંડી એટલા માટે કે આજકાલ અખબારો કહેવાતા ડોમેસ્ટિક વાયોલન્સ -ઘરેલું હિંસા કે કહેવાતા દુષ્કર્મના બનાવોથી ઘણા ઊભરાઈ રહ્યા છે. લગભગ રોજ એકાદ સમાચાર તો વાંચવા મળે જ, જેમાં એમ લખાયું હોય છે કે લગ્નની લાલચ આપી પ્રેમી દુષ્કર્મ કરતો રહ્યો.’ અથવા તો આપણને એમ વાંચવા મળે કે મોટા ‘મોટા સપનાં દેખાડી યુવતીને હવસનો ભોગ બનાવામાં આવી’ કે પછી જે પુરુષ સાથે ત્રણ -ચાર વર્ષ લીવ ઈન’ માં સાથે રહ્યા પછી યુવતી પેલા પર ‘બળાત્કાર’નો આરોપ મૂકે ત્યારે શું સમજવું ?!
| Also Read: સિત્તેર ટકાનું સેલ વાહ ભાઈ વાહ!
આવા સમાચારોમાં એક સામાન્ય પ્રશ્ર્ન એમ ઊઠે કે શું યુવતી મહિનાઓ સુધી કોઈ યુવકની હવસનો શિકાર થઈ હશે? શું એની સાથે જે થતું રહ્યું એ બધુ દુષ્કર્મ હતું?
હશે એવા હવસખોરો, શોષણખોરોના કિસ્સા,પણ એવા કિસ્સામાં કોઈ પણ સંજોગમાં પીડિતાને ન્યાય મળવો જ જોઈએ, પરંતુ છાસવારે આવા કિસ્સા પ્રકાશમાં આવે તો એનું શું કરવું? અને દર વખતે પુરુષ જ દુષ્કર્મ હતો તો પછી સ્ત્રીએ રાજીખુશીથી બાંધેલા શારીરિક સંબંધનું શું? પુખ્તવયની વયે બંને પક્ષની મરજીથી થયેલી સાયુજ્યની ક્રિયાઓ સંબંધ તૂટે ત્યારે એનું સ્વરૂપ બદલાઈ જાય ? અને જો સ્વરૂપ બદલી લે તો પછી એ સ્વરૂપ મહિલા તરફી જ શું કામ હોય છે ? એવા સંબંધ તૂટે પછી ચગાવાતા કિસ્સામાં ક્યારેય સ્ત્રી શું કામ પુરૂષને સપનાં બતાવીને એના પર દુષ્કર્મ નથી કરતી ? શું પુરૂષ અખબારવાળા માને છે એટલો ખરાબ છે ?
| Also Read: એક કિનખાબી ક્રાઈમ વાયા ક્રિપ્ટો કરન્સી !
-પણ નહીં. અખબારો કે લોકો માને એટલો પુરુષ ખરાબ નથી. માત્ર એને-એના પરિવારને ઇરાદાપૂર્વક ટાર્ગેટ કરવામાં આવે છે અને એ રીતે એને બદનામ કરવામાં આવે છે.
જોકે, હવે કોર્ટ અત્યંત સજાગ થઈ છે. સંબંધ તૂટવાની આવી કોઈ પણ ઘટનામાં કોર્ટ ફરિયાદ દાખલ કરનારને પૂછી નાંખે છે કે દુષ્કર્મને તમે કઈ રીતે ડિફાઈન કરો છો-વર્ણવો છે ? માન્યું કે તમને કોઈક મુદ્દે ડિફ્રન્સ ઓફ ઓપિનિયન થયા હશે. માન્યું કે તમને ક્યાંક નહીં ફાવ્યું હોય અને એ પણ માન્યું કે તમે તમારા સંબંધમાંથી છૂટા થાવ છો, પરંતુ છૂટા થાવ છો એટલે હવે પુરુષ દુષ્કર્મ કરનારો બની ગયો કહેવાય ?!
તમારે એ પ્રૂવ પણ કરવું જોઈએ કે પુરુષે દુષ્કર્મ કર્યું ત્યારે તમારા પર શું શું અત્યાચારો થયા, કઈ રીતે ત્રાસ અપાયો. તમે અત્યાર સુધી કયાં કારણોસર આ બધું વેઠતા રહ્યા ? અને ખાસ તો વેઠતા હતા ત્યારે તમે ભૂમિકા શું ભજવતા હતા? ભારે હૈયે વેઠતા હતા? કે તમે સહકાર પણ આપતા હતા?
| Also Read: દુલીપ ટ્રોફી: મુખ્ય ખેલાડીઓ વિરુદ્ધ દમદાર દાવેદારો વચ્ચેનો જંગ
આવા બધા પ્રશ્ર્નના ચોક્કસ જવાબો હોય તો એ પુરાવા કહેવાય અને જો એ પુરાવા હોય તો પુરુષને ફાંસીએ લટકાવવો જોઈએ., પરંતુ જો માત્ર બદનામી (અને બદમાશી !) ના આશયથી આવું થતું હોય તો ફરિયાદી ખુદ હલકી માનસિકતાના ગુનેગાર ગણાય.
આખરે એણે પોતાના સંબંધની, પોતાના ભૂતકાળની આમાન્યા તો ના જ જાળવી, પરંતુ એણે સમાજમાં પણ અત્યંત ખોટો ચીલો ચાતર્યો કહેવાય!