સ્પેશિયલ ફિચર્સ

અનિયમિત પિરિયડ્સ માત્ર પ્રેગનન્સી નહીં, આ કારણોથી પણ થઈ શકે છે

એક સ્ત્રીના જીવનમાં ઘણા પડાવ આવે છે. તેના જીવનનો એક મહત્વનો પડાવ તેનાં લગ્ન છે. સામાજિક અને ભાવનિક રીતે તો આ તેના જીવનમાં અનેક ફેરફાર લાવે છે, પરંતુ શારિરીક દૃષ્ટિએ પણ તેનું જીવન બદલાય છે. (irregular periods)અગાઉ મહિલાઓ લગ્નજીવન બાદ જ શારિરીક સંબંધો બાંધતી, પરંતુ આધુનિક સમયમાં બદલાયેલી જીવનશૈલીને લીધે યુવક અને યુવતીઓના જાતીય સંબંધો લગ્ન પહેલા પણ બંધાતા હોય છે, પણ આજેપણ એક મોટો વર્ગ છે જે લગ્ન બાદ જ સંબંધો બાધતો હોય છે અને આથી તે નવપરિણિત મહિલાના શરીરમાં-આરોગ્યમાં આવતા ફેરફારો વિશે તે જાણે તે ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે પરિણિત મહિલા જો નિયત સમયમાં માસિક ધર્મમાં ન આવે તો તે ગર્ભવતી હોવાનું માની લેવાય છે. પણ આમ નથી. અનિયિમત પિરિયડ્સ ઘણા કારણોથી હોય છે અને આથી જાણવું જરૂરી છે.

આ પહેલા જાણીએ અનિયમિત પીરિયડ્સ શું છે?
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે સામાન્ય માસિક ચક્ર એટલે કે પીરિયડ્સ સાયકલ 28-35 દિવસની હોય છે. કેટલીકવાર 2-3 દિવસનો વિલંબ થાય છે. એટલે કે, જો કોઈ મહિલાને મહિનાની 20 તારીખે માસિક આવે છે, તો શક્ય છે કે તે આવતા મહિને 22 અથવા 23 તારીખે થઈ શકે. આવું થવું સંપૂર્ણપણે સામાન્ય છે. જો તમારું ચક્ર 28 દિવસનું હોય અને તમને 29 થી 30 દિવસ સુધી માસિક ન આવ્યું હોય અને દર મહિને તારીખ બદલાતી રહે, તો તેને અનિયમિત પીરિયડ્સ કહેવામાં આવે છે. તમારું માસિક ચક્ર એક હદ સુધી ફિક્સ રહેવું જોઈએ. જો તેમાં દરેક વખતે ફરેફાર થતો હોય તો તે અનિયમિત કહેવાય.

લગ્ન પછી પીરિયડ્સ કેમ અનિયમિત થાય છે?
ઘણી યુવતીઓને લગ્ન પહેલા પણ પિરિયડ્સને લગતી ઘણી સમસ્યાઓ હોય છે, પરંતુ લગ્ન બાદ જે સમસ્યાઓ સર્જાય છે તે માટે વિવિધ કારણો હોય છે. નિષ્ણાતોને મતે આ કારણો નીચે મુજબ છે. (reasons why periods gets irregular after marriage)

  1. તણાવ
    તણાવ એ સૌથી સામાન્ય કારણ છે. સંશોધનના પરિણામો દર્શાવે છે કે કોઈપણ પ્રકારનો અતિશય તણાવ હોર્મોન્સમાં ફેરફાર કરે છે જે તમારા પીરિયડ ચક્રને નિયંત્રિત કરે છે. તણાવ કોર્ટિસોલના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે, જે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા પ્રજનન હોર્મોન્સમાં દખલ કરે છે અને પીરિયડ્સની સમસ્યાઓ ઊભી થાય છે.
  2. વજનમાં ઘટાડો કે વધારો
    વજનમાં અચાનક ફેરફાર એટલે કે વજનમાં વધારો કે ઘટાડો પણ માસિક ચક્રની નિયમિતતાને અસર કરી શકે છે. આ અંગે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ખાસ કરીને શરીરની ચરબી એસ્ટ્રોજનની માત્રાને અસર કરવા લાગે છે. વધુ ચરબીવાળી સ્ત્રીઓ ઓછી ચરબીવાળી સ્ત્રીઓ કરતાં વધુ એસ્ટ્રોજન ઉત્પન્ન કરે છે. તે જ સમયે, એસ્ટ્રોજનમાં આ વધારો અનિયમિત, ચૂકી ગયેલ અથવા ભારે માસિક સ્રાવનું કારણ બને છે.
  3. જીવનશૈલી અને આહારમાં ફેરફાર
    લગ્ન પછી જીવનશૈલી અને આહારમાં ફેરફાર પણ માસિક ધર્મની નિયમિતતાને અસર કરી શકે છે. વધુ પડતી દોડવાને કારણે હોર્મોનનું સ્તર પ્રભાવિત થાય છે. આ સિવાય જો યોગ્ય માત્રામાં પોષક તત્વોનું સેવન ન કરવામાં આવે તો પીરિયડ્સ પણ અનિયમિત થવા લાગે છે.
  4. ઊંઘ
    તમારી ઊંઘ હોર્મોનલ સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં, જો તમને સારી રીતે ઊંઘ નથી આવતી, તો તે તમારા માસિક સ્રાવની નિયમિતતાને અસર કરી શકે છે. જર્નલ ઑફ સ્લીપ રિસર્ચમાં પ્રકાશિત થયેલા 2021ના અભ્યાસ અનુસાર, ખાસ કરીને જે મહિલાઓ રાત્રે છ કલાકથી ઓછી ઊંઘ લે છે તેમને અનિયમિત પીરિયડ્સ આવે છે.
  5. ગર્ભનિરોધક
    મહિલાઓ જો ગર્ભનિરોધક ગોળીઓ લેતી હોય તો પણ તેનાં પિરિયડ્સ અનિયમિત હોય છે.
  6. ચિંતા કરવાની જરૂર ક્યારે છે?
    નિષ્ણાતોના મતે, જો તમને 40 દિવસથી વધુ સમય પછી પણ માસિક ન આવતું હોય અથવા આગલી તારીખ 6 અઠવાડિયા પછી આવતી નથી, તો તે ચિંતાનો વિષય છે. આ સ્થિતિમાં સ્વાસ્થ્ય નિષ્ણાતોની સલાહ અવશ્ય લો. જો તમે પ્રેગનન્ટ હો, તો તે એક વિષય છે પણ ન હો અને તમારા પિરિયડ્સ અનિયમિત હોય તો ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?