સ્પેશિયલ ફિચર્સ

શું તમે IRCTC પર ટિકિટ બુક કરાવો છો? આ નવા નિયમ વિશે જાણી લો નહીંતર પસ્તાશો..

ભારતીય રેલવે એ દુનિયાનું સૌથી વિશાળ અને વ્યસ્ત કહી શકાય એવું ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે અને હવે ભારતીય રેલવેએ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) અને મોબાઈલ એપ પર ટિકિટ બુકિંગને લઈને મહત્ત્વની જાહેરાત કરી છે. જો તમે પણ આઈઆરસીટીસી કે મોબાઈલ એપ પરથી ટિકિટ બુક કરતાં હોવ તો આ સમાચાર તમારા માટે જ છે. ચાલો જણાવીએ શું છે આ મહત્ત્વની માહિતી…

ભારતીય રેલવે દ્વારા દ્વારા આઈઆરસીટીસી અને મોબાઈલ એપ પર સવારે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી ટ્રેનની ટિકિટ બુક કરાવવા માટે આધાર કાર્ડ ફરજિયાત કરી દીધું છે. આ નિર્ણય લેવા પાછળના ઉદ્દેશની વાત કરીએ ફ્રોડને રોકવું અને વધારે ભીડવાળા સમયમાં ટિકિટ યોગ્ય વ્યક્તિને મળે એ નિર્ધારિત કરવાનો છે.

આપણ વાચો: સસ્તામાં દુબઈ-અબુ ધાબી ફરવા માંગો છો? IRCTC કરશે તમારું આ સપનું પૂરું, જાણી લો કઈ રીતે?

સવારના આઠ વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીનો સમય એ પીક અવર્સ હોય છે અને આ સમયે લોકપ્રિય ટ્રેનોમાં ટિકિટની માંગ વધારે હોય છે. ઘણી વખત લોકો એક કરતાં વધારે એકાઉન્ટનો ઉપયોગ કરીને કે પછી ઓટોમેટેડ સોફ્ટવેયરથી ટિકિટ બુકિંગ કરીને ગડબડ કરે છે. આ સમસ્યા પર અંકુશ લગાવવા માટે આઈઆરસીટીસીએ સવારે આઠથી 10 વાગ્યા સુધીનો સમય માત્ર આધાર વેરિફાઈડ યુઝર્સ માટે બ્લોક કર્યો છે.

આ નવા નિયમને કારણે હવે જે લોકોએ પોતાનું આધાર કાર્ડ આઈઆરસીટીસીની આઈડી પર વેરિફાઈ નથી કર્યું તેઓ આ સમય દરમિયાન ટિકિટ બુક મથી કરાવી શકતા. આ નિયમ 28મી ઓક્ટોબરથી લાગુ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં રેલવે દ્વારા તત્કાલ ટિકિટની બુકિંગ માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું હતું. પહેલી જુલાઈથી તત્કાલ ટિકિટ માટે આધાર વેરિફાઈડ હોવું ખૂબ જ જરૂરી છે. 12મી જુલાઈ, 2025થી ઓનલાઈ, એજન્ટ કે પીઆરએસ કાઉન્ટર તમામ જગ્યા પર ટિકિટ હુકુંગ માટે ઓટીપી બેઝ્ડ આધાર વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું હતું.

આપણ વાચો: સાત સમંદર પાર યુરોપની ટ્રેનમાં થયેલાં અનુભવે ઈન્ડિયન ટુરિસ્ટને અપાવી IRCTC ની યાદ…

આધાર વેરિફિકેશન કઈ રીતે કરશો-

જે લોકોએ હજી સુધી આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈને પોતાનું આધાર કાર્ડ વેરિફિકેશન નથી કરાવ્યું તો તેમના માટે આ રહી કેટલીક ટિપ્સ…

સૌથી પહેલાં તો http://wwww.irctc.co.in પર જઈને લોગ ઈન કરો
હવે માય પ્રોફાઈલમાં જઈને યુઝર વેરિફિકેશનના ઓપ્શન પર ક્લિક કરો
આધાર નંબર કે વર્ચ્યુઅલ આઈડી નાખીને તમારી ડિટેઈલ્સ ચેક કરીને વેરિફાઈય ડિટેઈલ્સ પર ક્લિક કરો
હવે તમારા આધાર સાથે લિંક નંબર પર એક ઓટીપી આવશે
એક વખત વેરિફિકેશન થઈ જાય ત્યાર બાદ તમે સવારે 8થી 10 વાગ્યા સુધીમાં ક્યારેય ટિરિટ બુક કરી શકશો

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button