IRCTCની વેબસાઈટ પરથી ક્યાં ગાયબ થઈ ગયું નો ફૂડનું ઓપ્શન? જાણી લો એક ક્લિક પર…

વિચારો કે તમે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની વેબસાઈટ પર જઈને ટિકિટ બુક કરાવો છો અને તમને તમારી જર્નીમાં રેલવે દ્વારા રાજધાની, વંદે ભારત, શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનોમાં આપવામાં આવતી ફૂડ સર્વિસ નથી લેવી પણ તમને વેબસાઈટ પર ઓપ્શન જ ના દેખાય તો? આવું જ કંઈક થઈ રહ્યું છે, છેલ્લાં સમયથી.
સોશિયલ મીડિયા પર યુઝર્સ આની ફરિયાદ કરી રહ્યા છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ સ્ટોરી તમારે છેલ્લે સુધી વાંચી જવી પડશે, કારણ કે તમારી આ સમસ્યાનું સમાધાન મળી જશે.
આપણ વાંચો: IRCTC યુઝર આઈડી અને પાસવર્ડ ભૂલી ગયા છો? આ સરળ સ્ટેપ્સથી તરત રિકવર કરો…
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે જેમાં એક યુઝર ફરિયાદ કરે છે કે તેને આઈઆરસીટીસીની સાઈટ પર નો ફૂડનો એપ્શન નથી મળી રહ્યું. આનો અર્થ એવો થઈ રહ્યો છે કે યુઝર્સને ફૂડ લેવાની ઈચ્છા ના હોય તો પણ એના પૈસા ચૂકવવા પડે છે. પરંતુ તમારી જાણ માટે કે આઈઆરસીટીસીએ આ ઓપ્શન ગાયબ નથી કર્યો બસ તેની પ્લેસમેન્ટ બદલાવી નાખી છે.
મળતી માહિતી મુજબ આઈઆરસીટીસીએ ખૂબ જ સ્માર્ટલી નો ફૂડનો ઓપ્શન તેની મૂળ જગ્યા પરથી હટાવી દીધો છે. આ ઓપ્શન પહેલાં તમને નામ, ઉંમર, લિંગ, સીટની પસંદગી કર્યા બાદ જોવા મળતો હતો.
આપણ વાંચો: IRCTCમાં આધારકાર્ડ લિંક કરવું ફરજિયાત? શું છે તત્કાલ ટિકિટ બુકિંગનો નવો નિયમ…
જ્યાં યુઝર્સ શાકાહારી, માંસાહારી કે તમારી પસંદગીના ફૂડ ઓપ્શન પસંદ કરી શકતા હતા. હવે આ ઓપ્શનમાં વેજ, નોનવેજ, જૈન ફૂડ, વેજ (ડાયાબિટિક) અને નોન વેજ (ડાયાબિટિક) જેવા ઓપ્શન જોવા મળી રહ્યા છે.
વાત કરીએ નો ફૂડનું ઓપ્શન ક્યાં ગાયબ થઈ ગયું એની તો આ ઓપ્શન હવે તમને નીચેની તરફ જોવા મળશે, જ્યાં તમે અપગ્રેડ અને ટ્રાવેલ ઈન્શ્યોરન્સનો વિકલ્પ પસંદ કરો છે. વારંવાર ટ્રેનમાં પ્રવાસ કરનારા યુઝર્સ પણ આની ફરિયાદ કરી રહ્યા છે. આ સમસ્યાને કારણે અનેક પ્રવાસીઓ ઈચ્છા ના હોવા છતાં પણ ફૂડ માટે પૈસા ચૂકવી રહ્યા છે.
હવે જ્યારે તમે પણ આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી ટિકિટ બુક કરો અને તમને આઈઆરસીટીસીની ફૂડ સર્વિસ નથી લેતી તો નીચેની તરફ થોડું સ્ક્રોલ કરીને તમે આ ઓપ્શન પસંદ કરી શકો છો.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…



