Post Officeની આ ધાસ્સુ સ્કીમમાં કરો રોકાણ અને મેળવો Bumper Return….

આપણામાંથી ઘણા રોકો અલગ અલગ સેવિંગ સ્કીમમાં પૈસા રોકીને પોતાનું ફ્યુચર સિક્યોર કરતાં હોય છે અને આ બધામાં રોકાણ માટેનું બેસ્ટ ઓપ્શન છે પોસ્ટ ઓફિસની સ્કીમ… સામાન્યમાં સામાન્ય માણસ પણ રોકાણ કરીને પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે એ માટે જાત જાતની સ્કીમ લોન્ચ કરે છે. આજે અમે અહીં તમને આવી જ એક ધાસ્સુ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સ્કીમમાં રોકાણ કરીને તમે સારું આવું રિટર્ન મેળવી શકો છો… ચાલો જોઈએ કઈ છે આ સ્કીમ…
બેંકની જેમ પોસ્ટ ઓફીસમાં પણ અનેક પ્રકારની સેવિંગ સ્કીમ્સ તૈયાર કરવામાં આવે છે અને આમાંથી જ એક સ્કીમ એટલે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) સ્કીમ. આ સ્કીમ ખાસ એવા લોકો માટે તૈયાર કરવામાં આવી છે કે જેઓ સેફ ઈન્વેસ્ટમેન્ટની જેમ જ સારું એવું રિટર્ન પણ મેળવવા માગે છે. NSC એ એક એવા પ્રકારની ડિપોઝિટ સ્કીમ છે જેમાં 5 વર્ષ માટે પૈસા જમા કરવાથી સારું વ્યાજ મળે છે. હાલમાં આ પોસ્ટ ઓફીસની આ સ્કીમ પર 7.7%નાં હિસાબે વ્યાજ આપવામાં આવે છે.
NSCમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાનાં રોકાણથી શરૂઆત કરી શકાય છે અને વધુમાં વધુ રોકાણ કરવાની કોઈ મર્યાદા નક્કી કરવામાં નથી. કોઈ પણ નાગરિક અહીં એકાઉન્ટ ખોલી શકાય છે. જોઈન્ટ એકાઉન્ટની પણ સુવિધા આપવામાં આવી છે. બેથી ત્રણ જણ સાથે મળીને પણ આ એકાઉન્ટ ખોલાવી શકે છે. માઈનર કે 10 વર્ષનું બાળક પણ પોતાના નામ પર NSC એકાઉન્ટ ખોલાવી શકે છે.
NSCમાં રોકાણ કરવાનો એક ફાયદો એ છે કે લાંબા સમય સુધી આ સ્કીમમાં રોકાણ કરવાની જરૂર નથી રહેતી. પાંચ વર્ષમાં તો આ સ્કીમ એકદમ મેચ્યોર થઈ જાય છે. વાર્ષિક આધાર પર વ્યાજનું કમ્પાઉંડિંગ થાય છે અને ગેરંટીડ રિટર્ન પણ મળે છે. રોકાણ સમયે જે વ્યાજદરો લાગૂ હતા. ત સુધી એ જ વ્યાજદરનાં હિસાબે વાર્ષિક 5 વર્ષનું વ્યાજ મળે છે. આ વચ્ચે જો વ્યાજદરો બદલાઈ જાય છે તો પણ તેની અસર તમારા એકાઉન્ટ પર નથી પડતી. જમા કરવામાં આવેલી રકમ પર Section 80C અંતર્ગત ટેક્સમાં છૂટ મળે છે એટલે કે દરવર્ષે 1.50 લાખ રૂપિયા જમા કરવા પર ટેક્સની છૂટ મેળવી શકાય છે.
જોકે, એક મહત્ત્વની વાત તમને અહીં એ જણાવવાની કે જો તમે NSC સ્કીમમાં રોકાણ કરો છો તો અન્ય સ્કીમ્સની જેમ આ સ્કીમમાં કોઈ પાર્શિયલ વિડ્રોએલ નથી થઈ શકતું. 5 વર્ષ બાદ જ તમે પૈસા મેળવી શકશો. જો કે પ્રીમેચ્યોર ક્લોઝર વિશેષ પરિસ્થિતિમાં કરી શકો છો. ઉદાહરણ આપીને સમજાવવાનું થાય તો જો તમે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ માટે 10 લાખ રૂપિયાનું રોકાણ કરશો તો 7.7%નાં વ્યાજદરનાં હિસાબે તમને 4,49,034 રૂપિયા વ્યાજરૂપે મળશે. 5 વર્ષ બાદ તમને કુલ 14,49,034 રૂપિયા પાછા મળશે.