સ્પેશિયલ ફિચર્સ

Happy International Men’s Day: શું પુરુષો પણ પત્ની પાસેથી ભરણપોષણ માંગી શકે? જાણો બાળકોની કસ્ટડી, પ્રોપર્ટી અને લીગલ રાઈટ્સ

19મી નવેમ્બરના ઈન્ટરનેશનલ મેન્સ ડે તરીકે સેલિબ્રેટ કરવલામાં આવે છે અને આજે આ ઈન્ટરનેશનલ મેન્સ ડે પર વાત પુરુષોના અધિકારોની. મહિલાઓના અધિકારો વિશે તો આપણે વાત કરતાં જ હોઈએ છીએ. આજે આપણે વાત કરીશું પુરુષોના રોજિંદા કામના એવા અધિકારોનો કે જેને કારણે પુરુષો પણ મહિલાઓની જેમ જ સુરક્ષિતતાનો અહેસાસ કરે અને સમાજમાં કોઈ પણ ડર વિના જીવી શકે. ચાલો જાણીએ પુરુષોના એવા અધિકારો વિશે કે જેનાથી કોઈ તેમનો વાળ પણ વાંકો નહીં કરી શકે…

ઘર, સમાજ, ઓફિસ અને અન્ય સ્થાનો પર પુરુષો પર જવાબદારીઓ અને અપેક્ષાઓનો બોજ તો નાખી દેવામાં આવે છે, પરંતુ વાત જ્યારે પુરુષોના અધિકારોની વાત આવે તો તેમનો અવાજ દબાઈ જાય છે. પુરુષોના પણ કેટલાક મૂળભૂત અધિકારો હોય છે જેનાથી મોટાભાગના પુરુષો અજાણ હોય છે. આજે મેન્સ ડે પર એક નજર કરીએ પુરુષોના આ મૂળભૂત અધિકારો પર.

ક્યારથી શરુઆત થઈ ઈન્ટરનેશનલ મેન્સ ડે ઉજવવાની?
પુરુષોના મૂળભૂત અધિકારો વિશે વાત કરીએ એ પહેલાં વાત કરીએ આખરે ક્યારથી ઈન્ટરનેશનલ મેન્સ ડેની ઉજવણી કરવાની શરૂઆત થઈ એની. 2007થી ભારતમાં મેન્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. ભલે યુએનની અધિકારિક માન્યતા ના મળી હોય, પણ એનું મહત્ત્વ કોઈ બીજા વૈશ્વિક દિવસ જેટલું જ છે. કારણ ખૂબ જ સ્પષ્ટ છે પુરુષોના સ્વાસ્થ્ય માનસિક તાણ, પારિવારિક જવાબદારીઓ, સામાજિક પડકારોને લઈને આજે પણ એટલી ખુલીને વાત નથી થતી જેટલી થવી જોઈએ. આ દિવસનો ઉદ્દેશ જ પુરુષોના યોગદાન અને અધિકાર માટે સન્માન મળે. ઈક્વાલિટી માત્ર કાગળ પર ન રહેતાં વ્યવહારમાં પણ જોવા મળે.

કેમ ઉજવવામાં આવે છે?
ઈન્ટરનેશનલ મેન્સ ડે કેમ ઉજવવામાં આવે છે એની વાત તો આ દિવસ સેલિબ્રેટ કરવાનો ઉદ્દેશ પુરુષોના કલ્યાણ અને સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. કેન્સર, હાર્ટ અને મેન્ટલ હેલ્થની સમસ્યાઓના આંકડા જોતા ખ્યાલ આવે છે કે પુરુષો હંમેશા પોતાની સમસ્યાઓ છુપાવે છે અને આ જ કારણ છે કે સારવારમાં વિલંબ થાય છે. મેન્સ ડે આ જ માનસિકતાને બદલવાનો એક પ્રયાસ છે કે પુરુષોને પણ ઈમોશન્સ, તાણ અને થાક વિશે વાત કરવાનો અધિકાર છે.

વાત કરીએ પુરુષોના અધિકારોની…
સામાન્યપણે લોકો માને છે કાયદાઓ માત્ર મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે બનાવવામાં આવ્યા છે. પરંતુ સચ્ચાઈ તો એ છે કે ભારતીય સંવિધાન પુરુષોને પણ કેટલાક મૂળભૂત અધિકારો આપે છે જેમ કે જીવન, સ્વતંત્રતા અને સંપત્તિનો અધિકાર. પુરુષોના પણ કેટલાક મૂળભૂત અધિકારો છે જેના વિશે લોકોમાં જાગરૂક્તા ખૂબ જ ઓછી છે.

પારિવારિક કાયદાઓમાં પુરુષોના અધિકારો ખૂબ જ સ્પષ્ટપણે લખવામાં આવ્યા છે. જો પતિ આર્થિક રીતે નબળો હોય અને પત્નીની આવક સારી હોય તો તે કાયદેસર રીતે પત્ની પાસે એલિમની માંગી શકે છે. બાળકોની કસ્ટડીમાં પણ પુરુષોને પણ એટલા જ હક્ક આપવામાં આવ્યા છે અને નહીં કે વીક-એન્ડ ફાધરની ભૂમિકા પૂરતું મર્યાદિત.

પ્રોપર્ટી વેચવા, વૈવાહિક સંપત્તિમાં હિસ્સો માંગવા અને ખોટા સતામણી કે દહેજના આક્ષેપો સામે ફરિયાદ કરવાનો અધિકાર પણ પુરુષો પાસે છે. ઘણા કેસમાં તો કોર્ટ આ બાબતે કડક વલણ પણ અપનાવી ચૂકી છે અને પુરુષોની સુરશ્રાને સમાન મહત્ત્વ આપ્યું છે.

કાયદો શું કહે છે?
વાત કરીએ પુરુષોના લીગલ રાઈટ્સની તો સંવિધાનના અનુચ્છેદ 15 જાતિ સંબંધિત ભેદભાવને પ્રતિબંધિત કરે છે. આનો અર્થ એવો થાય છે કાયદો પુરુષ અને મહિલા બંનેને સુરક્ષાનો સમાન અધિકાર આપે છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જ્ઞાનમાં પણ અભિવૃદ્ધિ કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

આપણ વાંચો:  અયોધ્યા સિવાય ભારતમાં છે 4 અદ્ભુત રામ મંદિરો જ્યાં રામભક્તોની ઉમટે છે ભીડ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button