ભારતના રૂ. 100 અહીં બની જાય છે રૂ. 18,000, ફરવા માટે છે સ્વર્ગ સમાન, આજે જ બનાવો પ્લાન…
અમેરિકાના ડોલર, બ્રિટનના પાઉન્ડ સામે આપણો ભારતીય રૂપિયો નબળો છે પરંતુ આજે અમે અહીં તમને દુનિયાના એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની કરન્સી ભારત કરતાં પણ નબળી છે. અહીં ભારતનો એક રૂપિયો ત્યાંના 184 રૂપિયા સમાન છે. એટલું જ નહીં પણ ફરવા માટે પણ આ દેશ એકદમ સ્વર્ગ સમાન છે.
આવો જોઈએ કયો છે આ દેશ… જો તમે ટ્રાવેલર હશો કે ફરવાનું તમને પસંદ હશે તો ચોક્કસ જ આ દેશ તમારી બકેટ લિસ્ટમાં હશે જ. આ સિવાય આ જગ્યા એવા લોકો માટે પણ એક બેસ્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશન છે કે જેઓ ફોરેન ફરવા તો માંગે છે, પણ બજેટનો ઈશ્યુ છે. જો તમને પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ પ્લેસ તમારા માટે કામની સાબિત થઈ શકે છે. અનેક ભારતીયોની પહેલી પસંદ છે આ દેશ. વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને એ દેશનું નામ જણાવી જ દઈએ. આ દેશ છે ઈન્ડોનેશિયા.
ફોરેન ફરવા જવા માંગતા લોકો માટે ઈન્ડોનેશિયા એક બેસ્ટ ઓપ્શન છે. તમે ઓછા બજેટમાં આ દેશમાં ફરી શકો છો. દુનિયાભરમાં આ દેશની કુદરતી સુંદરતાની વખાણ થઈ રહ્યા છે. એટલું જ નહીં આ દેશમાં રહેવું અને ખાવા-પીવાનું પણ ખૂબ જ સસ્તું છે.
અહીંયા તમારી જાણ માટે કે ઈન્ડોનેશિયન ચલણ ભારતીય રૂપિયાની સામે ખૂબ જ નબળું છે. અહીં ભારતના 100 રૂપિયા 18,495.65 રૂપિયા બની જાય છે એટલે કે ભારતીય રૂપિયો અહીં 184 રૂપિયા જેટલા છે. આ દેશની કરન્સીને ઈન્ડોનેશિયન કરન્સી કહેવાય છે. જો તમે પણ ઈન્ડોનેશિયા ફરવા જવાનું વિચારો છો તો આ તમારા માટે સસ્તું શ્રીફળ અને સિદ્ધપુરની જાત્રા જેવો સોનેરી મોકો છે.
| Also Read: 70 લાખ રૂપિયા લઈને શોપિંગ કરના પહોંચી મહિલા અને પછી જે થયું એ…
આઈ નો હવે આ માહિતી જાણ્યા પછી તો હવે તમને પણ આ સુંદર અને સસ્તો દેશ ફરવા જવાની તાલાવેલી થઈ રહી હશે. ચાલો રાહ કોની જોઈ રહ્યા છો બેગ કરીને નીકળી પડો, ભાઈસાબ…