આ છે ભારતનો સૌથી લાંબો બ્રિજ, મિનિટોમાં પહોંચી જશો એક રાજ્યથી બીજા રાજ્યમાં…

ભારતની વાત કરીએ તો છેલ્લાં કેટલાક સમયથી ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધરી ગયું છે અને હેડિંગ વાંચીને તમને કદાચ એવું પણ થશે કે દેશમાં તો કંઈ કેટલાય એવા બ્રિજ આવેલા છે કે એમાં સૌથી લાંબો બ્રિજ કયો હશે, કયા રાજ્યમાં આવેલું છે એ તો કઈ રીતે કહી શકાય? ડોન્ટ વરી જો તમે પણ આ સવાલનો જવાબ નથી જાણતા તો તમને તમારા સવાલનો જવાબ આ સ્ટોરી પૂરી થતાં સુધીમાં તો મળી જશે. ચાલો જોઈએ કે ભારતનો સૌથી લાંબો પુલ ક્યાં આવ્લો છે….
ભારતમાં આમ તો અનેક બ્રિજ આવે છે જે લાંબા છે અને એક જગ્યાને બીજી જગ્યા સાથે જોડવામાં મહત્ત્વનો રોલ પ્લે કરે છે. પણ જો તમને કોઈ પૂછે કે ભારતનો સૌથી લાંબો પૂલ ક્યાં આવેલો છે તો એનો જવાબ ખૂબ જ ઓછા લોકોને ખ્યાલ હશે. તમારી જાણ માટે કે બ્રહ્મપુત્ર નદી પર ધુબરી ફૂલબારી બ્રિજ દેશનો સૌથી લાંબો પુલ બનશે. વાત કરીએ આ બ્રિજની લંબાઈની તો તે 19 કિલોમીટર લાંબો છે અને બે રાજ્યને જોડે છે.
મળતી માહિતી મુજબ એક વખત જ્યારે આ બ્રિજ તૈયાર થઈ જશે તો મેઘાલયના ફુલબારી અને આસામના ધુબરી વચ્ચેનું અંતર માત્ર 19 કિલોમીટર થઈ જશે. ધુબરી અને ફુલબારી વચ્ચેનો આ પુલ તૈયાર થઈ જશે તો બ્રહ્મપુત્ર નદી પાર કરવા માટે 25થી 30 મિનિટનો સમય જ લાગશે.
વાત કરીએ આ બ્રિજ ક્યાં સુધી તૈયાર થઈ જશે એની તો આ બ્રિજનું નિર્માણ કાર્ય ડિસેમ્બર, 2021માં કરવામાં શરૂ કરવામાં આવ્યું હતું અને એક અંદાજ પ્રમાણે સપ્ટેમ્બર, 2028 સુધીમાં તેનું નિર્માણ કાર્ય પૂરું કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. એક વાત આ બ્રિજ બંધાઈને તૈયાર થઈ જશે એટલે ભૂટાન અને બાંગ્લાદેશના પ્રવાસ માટે આવશ્યક અંતર અને સમયની પણ બચત થશે.
ધુબરી ફૂલબારી બ્રિજ છ લેનનો હશે અને આ બ્રિજનું નિર્માણકાર્ય પૂરું થયા બાદ આસામ અને મેઘાલયનું પશ્ચિમ બંગાળ સાથે સીધી કનેક્ટિવિટી મળી જશે. આ બ્રિજ એ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંથી એક છે.
હવે જ્યારે પણ કોઈ તમને પૂછે દેશના સૌથી લાંબા બ્રિજ વિશે તો તમે પણ એમની સાથે આ માહિતી શેર કરજો હં ને? આવી જ બીજી કામની અને એનોખી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.



