સાત સમંદર પાર યુરોપની ટ્રેનમાં થયેલાં અનુભવે ઈન્ડિયન ટુરિસ્ટને અપાવી IRCTC ની યાદ…
સ્પેશિયલ ફિચર્સ

સાત સમંદર પાર યુરોપની ટ્રેનમાં થયેલાં અનુભવે ઈન્ડિયન ટુરિસ્ટને અપાવી IRCTC ની યાદ…

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ સોશિયલ મીડિયા પર જાત જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. આવો જ એક ભારતીય પ્રવાસીનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ ભારતીય પ્રવાસી યુરોપ ફરવા ગયો છે અને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તેની સાથે કંઈક એવું થઈ ગયું કે તેને સાત સમંદર પાર ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની યાદ આવી ગઈ હતી. ચાલો તમને આખી સ્ટોરી જણાવીએ વિસ્તારથી…

હાલમાં સોશિયલ મીડિયા પર યુરોપ ફરવા ગયેલાં એક ભારતીય પર્યટકનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે ટ્રેનમાં પ્રવાસ કરતો જોવા મળી રહ્યો છે. આ સમયે તેને તરસ લાગતાં તેણે ટ્રેનમાંથી જ પાણીની બોટલ ખરીદી અને એ સમયનો પોતાનો એક્સપિરીયન્સ શેર કર્યો છે. નેટિઝન્સ આ યુઝરનું ઈનોસન્ટ રિએક્શન જોઈને જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં આ ભારતીય પર્યટકના હાથમાં સામાન્ય એવી પાણીની બોટલ જોવા મળી રહી છે. તે વીડિયોમાં કહે છે કે મને તરસ લાગી હતી અને પાણી મળવામાં મને ચાર કલાકનો સમય લાગ્યો. જ્યારે તે ટ્રેનના વચ્ચેના ડબ્બામાં પહોંચ્યો, જ્યાં કેન્ટિન હતી ત્યાં જઈને તેને વધારે આંચકો લાગ્યો. આ કેન્ટિનમાં એક પાણીની બોટલ માટે તેને પાંચ યૂરો એટલે 500 રૂપિયા ચૂકવવા પડ્યા. આ જોઈને તે હસતાં હસતાં કહે છે કે આ તેના જીવનની સૌથી મોંઘી પાણીની બોટલ છે.

વાત આટલેથી જ નહોતી. યુઝરે આગળ એવું પણ કહ્યું કે હવે તેને આઈઆરસીટીસીની યાદ આવી રહી છે, જ્યાં તમે તમારી સીટ પર જ બેસીને સસ્તું અને સારું ખાવા-પીવાનું ઓર્ડર કરી શકો છો. આ વીડિયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહેલા યુઝરનુપં નામ પ્રતિક જૈન છે.

વીડિયો પર નેટિઝન્સ મજેદાર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે વિદેશોમાં ફરતી વખતે અમને પણ ઈન્ડિયન રેલવેની યાદ આવી જ જાય છે. બીજા એક યુઝરે લખ્યું કે એમ્સ્ટરડમમાં અમને આટલી જ પાણીની બોટલ 9 યૂરોમાં મળી હતી એટલે સરખામણીએ તમને સારી ડીલ મળી છે.

છે ને એકદમ મજેદાર સ્ટોરી? આ સ્ટોરી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરો. આવી જ બીજી ઈન્ટ્રેસ્ટિંગ સ્ટોરી જાણવા માટે અમારી જોડાયેલા રહો.

આ પણ વાંચો…IRCTCની વેબસાઈટ પરથી ક્યાં ગાયબ થઈ ગયું નો ફૂડનું ઓપ્શન? જાણી લો એક ક્લિક પર…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button