સ્પેશિયલ ફિચર્સ

એક સાથે બુક થયેલી 4માંથી 3 ટિકીટ કન્ફર્મ થાય તો ચોથા પ્રવાસીનું શું? જાણી લો Indian Railwayનો આ કામનો નિયમ…

ભારતીય રેલવે (Indian Railway)એ દુનિયાનું વિશાળ ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે અને દરરોજ કરોડો પ્રવાસીઓ ભારતીય રેલવેની આ ટ્રેનોમાં મુસાફરી કરે છે. રેલવે દ્વારા દરરોજ હજારો ટ્રેનો દોડાવવામાં આવે છે અને રેલવેમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ રિઝર્વેશન કરીને પ્રવાસ કરે છે. રિઝર્વ કોચમાં પ્રવાસીઓને વિવિધ ફેસિલિટી આપવામાં આવે છે. જોકે, ટિકિટ બુકિંગને લઈને રેલવે દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. આજે અમે અહીં તમને રેલવેના એક આવા જ નિયમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ટિકિટ બુકિંગને લઈને રેલવે દ્વારા અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા છે. પરંતુ ઘણી વખત લોકોના મનમાં એવા સવાલો પણ આવે છે કે જો એક ટ્રેનમાં ચાર લોકો માટે ટિકિટ બુક કરાવવામાં આવે અને એમાંથી ત્રણ ટિકિટ કન્ફર્મ થઈ જાય છે અને એકની નહી તો પછી એ પ્રવાસી કઈ રીતે પ્રવાસ કરી શકે છે? ચાલો તમને આ નિયમ વિશે જણાવીએ-

આ પણ વાંચો: ઓનલાઇન ટિકિટ બુકિંગને મળ્યો બહોળો પ્રતિસાદ

જો એક જ પીએનઆર પર ચાર પ્રવાસીઓની ટિકિટ બુક કરવામાં આવે છે અને એમાંથી ત્રણ પ્રવાસીની ટિકિટ કન્ફર્મ થાય છે અને બીજા એક પ્રવાસીની ટિકિટ કન્ફર્મ નથી થતી તો એ પ્રવાસી પર આંશિક ટિકિટ કન્ફર્મનો નિયમ લાગુ થાય છે. ત્રણ પ્રવાસીની ટિકિટ કન્ફર્મ થાય છે એનો અર્થ એ નથી કે ચોથા પ્રવાસીની ટિકિટ કેન્સલ થઈ જાય છે. ચોથો પ્રવાસી એ ટિકિટ પર પ્રવાસ કરી શકે છે, પણ તેની ટિકિટ કન્ફર્મ નથી થતી. જો આગળ જતાં કોઈ સીટ ખાલી થઈ જાય છે તો ટીટીઈ તેને સીટ અલોટ કરી શકે છે.

આ પણ વાંચો: પ્રવાસીઓની ‘સુરક્ષા’ માટે પ્રશાસને લીધા અનેક મહત્વના નિર્ણયો, જાણો રેલવેનો માસ્ટર પ્લાન?

જો ચાર પ્રવાસીઓએ એક સાથે ટિકિટ બુક કરાવે છે અને એમાંથી એક જ ટિકિટ કન્ફર્મ થાય છે અને બાકીના ત્રણ પ્રવાસીની ટિકિટ કન્ફર્મ નથી થઈ તો એ ત્રણ પ્રવાસી પર પણ એ જ સેમ રૂલ એપ્લાય થાય છે. એક પ્રવાસીને સીટ મળે છે બાકીના પ્રવાસીને સીટ મળતી નથી. પ્રવાસમાં આગળ જતાં જો ખાલી સીટ થાય તો ટીટી પ્રવાસીઓને એ સીટ અલોટ કરે છે.

તમારામાંથી કેટલા લોકોને રેલવેના આ નિયમ વિશે જાણકારી હતી? આ નિયમ તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે આ કામની માહિતી શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button