Indian Railway તમને પણ કરાવી આપશે ધૂમ રૂપિયાની કમાણી, જાણો કઈ રીતે…
આજકાલ મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે લોકો પોતાના ખર્ચાને પહોંચી વળવા એક્સ્ટ્રા ઈનકમ વધારવા માટે સાઈડ બિઝનેસ કરતાં હોય છે. આજે અમે અહીં તમારા માટે આવો જ એક સાઈડ બિઝનેસનો આઈડિયા લઈને આવ્યા છીએ. જેમાં તમે ઈન્ડિયન રેલવેના રેલવે સ્ટેશન (Indian Railway’s Railway Station Buisness Idea) પર બિઝનેસ શરૂ કરીને લાખોની કમાણી કરી શકો છો.
આવો જોઈએ કઈ રીતે-રેલવે સ્ટેશન પર દુકાન કે કેન્ટિન ખોલીને તમે સારી એવી કાણી કરી શકો છો. દરરોજ હજારો પ્રવાસીઓની અવરજવર રેલવે સ્ટેશન પર જોવા મળે છે અને એટલે જ આ પ્લેટફોર્મ બિઝનેસ માટે પણ એક બેસ્ટ પ્લેટફોર્મ સાબિત થાય છે. રેલવે સ્ટેશન પર દુકાન ખોલવાની સારો બિઝનેસ મળે છે અને એના અનેક ફાયદા છે. એક તો તમને અહીં મોટી સંખ્યામાં ગ્રાહકો મળી રહી છે, બીજું એટલે કે માર્કેટ કરતાં અહીં દુકાનનું ભાડું પણ ઓછું છે. આ સાથે સાથે જ પાણી, વીજળી અને સિક્યોરિટી જેવી સુવિધાઓ પણ અહીં સરળતાથી મળી રહી છે.
વાત કરીએ રેલવે સ્ટેશન પર દુકાન કઈ રીતે ખોલી શકાય એની તો આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે. આ માટે તમારે રેલવેની વેબસાઈટ પર જઈને ટેન્ડર માટે અરજી કરવી પડશે અને એ માટે તમારે નક્કી કરેલી ફી ચૂકવવી પડશે. જો તમારી એપ્લિકેશન એક્સેપ્ટ થશે તો તમને રેલવે સ્ટેશન પર દુકાન ફાળવવામાં આવશે. ત્યાર બાદ તમારે સ્થાનિક સત્તાધિકારીઓ પાસેથી દુકાન શરૂ કરવા માટે જરૂરી લાયસન્સ, પરવાનગીઓ મેળવવી પડશે.
રેલવે સ્ટેશન પર તમે ચા-નાસ્તો અને ભોજનની સુવિધા પૂરી પાડતા ફૂડ સ્ટોલ કે કેન્ટિન શરૂ કરી શકો છો. આ સિવાય બુક્સ, ન્યુઝ પેપર વેચતા બુક સ્ટોલ કે પછી ગિફ્ટ આઇટમ અને રમકડાં માટે ગિફ્ટ શોપ, દવાઓ માટે મેડિકલ સ્ટોર અથવા કપડાં અને એસેસરીઝ માટે કપડાની દુકાન પણ શરૂ કરી શકો છો.
જોકે, આ બધામાં સૌથી મહત્ત્વની વાત એટલે રેલવે સ્ટેશનની પસંદગી કરતી વખતે સૌથી વધુ વ્યસ્ત ગણાતા રેલવે સ્ટેશનની પસંદગી કરો. આ ઉપરાંક આ દુકાનો પર એવા પ્રોડક્ટ્સ વેચો જે પ્રવાસીઓને કામમાં આવે અને એની ગુણવત્તાનું પણ ખાસ ખ્યાલ રાખો. ગ્રાહકોને સારી સેવા આપવાનું અને તમારી દુકાનનું માર્કેટિંગ કરવાનું ભૂલશો નહીં જેથી વધુ ગ્રાહકો તમારી દુકાન તરફ આકર્ષિત થાય.
બસ, આ રીતે રેલવે સ્ટેશન પર પોતાનો સ્ટોલ શરૂ કરીને તમે પણ હજારો રૂપિયાની કમાણી આરામથી કરી શકો છો.
Also Read –