ટ્રેનની જર્નીમાં 1 રૂપિયો બચાવવા જતાં ક્યાંક ભારે ન પડે! જાણો Indian Railwayનું એ સિક્રેટ જે 90 ટકા લોકો નથી જાણતા…

ભારતીય રેલવે (Indian Railway) એ દુનિયાના વિશાળ અને વ્યસ્ત હી શકાય એવા રેલવે નેટવર્કમમાંથી એક છે. આપણામાંથી મોટાભાગના લોકો રેલવે દ્વારા પૂરી પાડવામાં આવતી ટ્રેનની ટિકિટ બુકિંગ અને ફૂડ ઓર્ડર, ઈમર્જન્સી હેલ્પ જેવી વિવિધ સુવિધાઓથી પરિચિત છીએ.
પરંતુ આજે અમે તમને અહીં રેલવે દ્વારા પૂરી પાડવામાં આવતી એક ખાસ સુવિધા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. પરંતુ શું તમને ખબર છે કે રેલવે દ્વારા પ્રવાસીઓને ટિકિટની સાથે ઈન્શ્યોરન્સ પૂરી પાડવામાં આવે છે? તમે કઈ રીતે આ સુવિધાનો લાભ લઈ શકો છે એ જાણીએ…
ભારતીય રેલવે દુનિયાનું સૌથી મોટું નેટવર્ક છે અને દરરોજ લાખો પ્રવાસીઓ ભારતીય રેલવે દ્વારા દોડાવવામાં આવતી હજારો ટ્રેનોમાં મુસાફરી કરે છે. વાત કરીએ પ્રવાસીઓને રેલવે દ્વાર પૂરી પાડવામાં આવતી ઈન્શ્યોરન્સ સર્વિસ વિશે તો ચાલો જાણીએ શું છે આ સુવિધા…
આપણ વાચો: ભારતીય રેલવેની ગૂમ થયેલી ટ્રેન 43 વર્ષ બાદ મળી, નાસાની એક ભૂલને કારણે…
જનરલ ટિકિટ પર ઇન્શ્યોરન્સ મળે છે?
મોટાભાગના મધ્યમ અને ગરીબ વર્ગના લોકો જનરલ ટિકિટ લઈને મુસાફરી કરતા હોય છે તો આવી સ્થિતિમાં રેલવે દ્વારા જનરલ ટિકિટ પર મુસાફરી કરનારા પ્રવાસીઓને આ સુવિધા પૂરી પાડવામાં આવે છે તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રેલવે જનરલ ટિકિટ પર કોઈ ઈન્શ્યોરન્સ આપતી નથી. એટલે કે, જો તમે સ્ટેશન પરથી અનરિઝર્વ્ડ ટિકિટ લો છો, તો તેમાં વીમાની સુવિધા સામેલ હોતી નથી.
અકસ્માત સમયે વળતરનો નિયમ
જોકે, જનરલ ટિકિટ પર વીમો નથી મળતો તેનો અર્થ એ નથી કે રેલવે કોઈ જવાબદારી નથી લેતી. જો ટ્રેન મુસાફરી દરમિયાન કોઈ દુર્ઘટના ઘટે છે, તો રેલવે અધિનિયમ ૧૯૮૯ (Railway Act 1989) હેઠળ મુસાફરને વળતર (Compensation) આપવામાં આવે છે. આ વળતરની રકમ રેલવે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવે છે અને તે વીમાથી અલગ પ્રક્રિયા છે.
આપણ વાચો: ભારતીય રેલવેના આ જંક્શન પર ચારે બાજુથી આવે છે ટ્રેનો, છતાં નથી થતી ક્યારેય ટક્કર…
કયા મુસાફરોને મળે છે ઇન્શ્યોરન્સનો લાભ?
રેલવેની ઇન્શ્યોરન્સ સ્કીમ ખાસ કરીને રિઝર્વ ક્લાસના મુસાફરો માટે છે. પરંતુ તેમાં પણ કેટલીક શરતો છે, જે નીચે પ્રમાણે છે-
ઓનલાઇન બુકિંગ: આ વીમાનો લાભ માત્ર એવા મુસાફરોને જ મળે છે જેઓએ IRCTC ની વેબસાઇટ અથવા એપ દ્વારા ઓનલાઇન ટિકિટ બુક કરાવી હોય.
રિઝર્વ ક્લાસ: સ્લીપર (SL), 1AC, 2AC, અને 3AC જેવી કેટેગરીમાં મુસાફરી કરનારાઓ આ સ્કીમમાં સામેલ છે.
ઓપ્શનલ સુવિધા: ઓનલાઇન બુકિંગ સમયે મુસાફરે નજીવી રકમ (સામાન્ય રીતે ૧ રૂપિયાથી પણ ઓછી) ચૂકવીને ઇન્શ્યોરન્સનો વિકલ્પ પસંદ કરવાનો હોય છે.
કયા પ્રવાસીઓને નથી મળતો આનો લાભ…
વાત કરીએ કયા પ્રવાસીઓને આ સુવિધાનો લાભ નથી મળતો એની તો જે પ્રવાસીઓ રેલવેના મેન્યુઅલ રિઝર્વેશન કાઉન્ટર (સ્ટેશન પરથી) ટિકિટ બુક કરાવે છે, તેમને આ ઈન્શ્યોરન્સ સ્કીમનો લાભ મળતો નથી. આ સિવાય પેસેન્જર ટ્રેનો અને સબ-અર્બન (લોકલ) ટ્રેનોમાં મુસાફરી કરતા લોકો આ સ્કીમ હેઠળ આવતા નથી. લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે વિધાઉટ ટિકિટ કે પછી ઈનવેલિડ ટિકિટ પર મુસાફરી કરનારાઓ રેલવે દ્વારા પૂરી પાડવામાં આવતી આ સુવિધાનો લાભ લઈ શકતા નથી.
આ ટિપ્સ પણ રાખો ધ્યાનમાં…
શક્ય હોય ત્યાં સુધી જ્યારે પણ ઓનલાઈન ટિકિટ બુક કરાવો ત્યારે ચોકસાઈ કરો કે તમે ઈન્શ્યોરન્સનો વિકલ્પ જરૂરથી પસંદ કરો. એક વખત ઈન્શ્યોરન્સ બુક થઈ જાય એટલે પછી મોબાઈલ કે ઈમેઇલ પર આવતી ‘નોમિની’ (Nominee)ની વિગતો જરૂરથી ભરો, જેથી જરૂરિયાત સમયે પરિવારને કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવા જ બીજા કામના સમાચાર જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.



