Indian Railwayની આ ખાસ સુવિધા વિશે જાણો છો? સ્ટેશન નહીં ચૂકી જશો ગેરેન્ટેડ… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

Indian Railwayની આ ખાસ સુવિધા વિશે જાણો છો? સ્ટેશન નહીં ચૂકી જશો ગેરેન્ટેડ…

ભારતીય રેલવે (Indian Railway) દ્વારા દરરોજ હજારો-લાખો ટ્રેનો દોડાવવામાં આવે છે અને એમાં કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. લાંબા અંતરની ટ્રેનોની મુસાફરી દરમિયાન અનેક લોકો નાઈટની જર્ની ખૂબ જ પસંદ કરે છે, પરંતુ નાઈટ જર્નીનો સૌથી મોટો ડિસએડવાન્ટેજ એ હોય છે કે રાતે જો ગાઢ ઊંઘ આવી જાય સ્ટેશન ચૂકી જવાનો ડર. આ ડરને કારણે જ લોકો નાઈટ જર્નીમાં સારી કે પૂરતી ઊંઘ નથી લઈ શકતા. પરંતુ હંમેશા પ્રવાસીઓની સુવિધાનું ધ્યાન રાખતી ઈન્ડિયન રેલવે દ્વારા આનો ઉકેલ શોધી લીધો છે, જેના વિશે આજે અમે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ-

હવે નહીં ચૂકી જવાય સ્ટેશન

ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે ડેસ્ટિનેશન એલર્ટ નામની સુવિધા શરૂ કરી છે. આ એક મોહાઈસ બેટરી સર્વિસ છે, જેની મદદથી તમે તમારું સ્ટેશન આવશે એની 20 મિનીટ પહેલાં જ ઓટોમેટિક એલર્ટ મળશે. આ સુવિધાથી પ્રવાસીઓ પોતાનું ડેસ્ટિનેશન સ્ટેશન નહીં ચૂકી જાય અને ઉતરવાનો પૂરતો સમય મળશે.

કઈ રીતે સેટ કરશો એલાર્મઃ

ડેસ્ટિનેશન એલર્ટ નામની સુવિધા વિશે જાણી લીધા બાદ હવે આ સિસ્ટમ કઈ રીતે એક્ટિવેટ કરી શકાય એની પણ વાત કરીએ. આ એલર્ટ તમે ત્રણ રીતે સેટ કરી શકો છો.

⦁ કસ્ટમર કેરની મદદથીઃ

  1. ભારતીય રેલવેની આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે તમારે હેલ્પ લાઈન નંબર 139 પર કોલ કરવો પડશે.
  2. હવે પોતાની મનગમતી ભાષાને પસંદ કરીને સ્ટાર (*) પ્રેસ કરો.
  3. તમારે તમારો પીએનઆર નંબર નાખીને એલાર્મ સેટ કરવા માટે ડેસ્ટિનેશનની માહિતી આપવી પડશે

⦁ એસએમએસની મદદથીઃ

ભારતીય રેલવે દ્વારા આ સુવિધાને ખૂબ જ સરળ છે અને સીધી બનાવવામાં આવી છે. તમે આ સુવિધાનો લાભ એસએમએસથી પણ લઈ શકો છો. જેને એક્ટિવેટ કરવા માટે તમારે મેસેજમાં એલર્ટ (ALERT) ટાઈપ કરીને 139 પર મોકલી આપવાનો રહેશે. ત્યાર બાદ તમે પસંદ કરેલા ડેસ્ટિનેશન માટે એલાર્મ સેટ કરી શકો છો.

⦁ વોઈસ રેકોર્ડિંગ પણ છે એક ઓપ્શનઃ

ત્રીજી પેટર્ન વિશે વાત કરીએ તો તે છે વોઈસ રેકોર્ડિંગ. આ માટે તમારે 139 પર કોલ કરીને પોતાની ભાષા પસંદ કરીને ડેસ્ટિનેશન એલર્ટ સર્વિસ માટે 7 નંબરનું ઓપ્શન સિલેક્ટ કરવું પડશે. હવે એલાર્મ સેટ કરવા માટે 2 નંબરનો વિકલ્પ પસંદ કરો. ત્યાર બાદ તમારો 10 ડિજિટનો પીએનઆર નંબર નાખીને કન્ફર્મ કરીને એક નંબર સિલેક્ટ કરો.

કેટલો ચાર્જ ચૂકવવો પડશે?

હવે તમારી જાણ માટે કે આ ડેસ્ટિનેશન એલર્ટ સર્વિસ ફ્રી તો નહીં મળે પણ એના માટે ખૂબ જ નોમિનલ ચાર્જીસ ચૂકવવા પડશે. કોલ માટે નોન મેટ્રો સિટી માટે 2 રૂપિયા પ્રતિ મિનિટ અને મેટ્રો સિટી માટે 1.20 મિનિટનો ચાર્જ ચૂકવવો પડશે. આ સિવાય એસએમએસ ચાર્જિસ માટે 3 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.

આ પણ વાંચો…રેલવે પ્રવાસીઓ માટે Good News: હવે આટલા રૂપિયામાં મળશે એક લિટર Rail Neerની બોટલ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button