ભારતના એવા રેલવે સ્ટેશન કે જેના નામ સીધા વાંચો કે ઊંધા, કોઈ ફરક નથી પડતો…

ભારતીય રેલવે (Indian Railway) એ દેશનું વિશાળ રેલવે નેટવર્ક તો છે જ પણ એની સાથે સાથે જ તે દુનિયાનું સૌથી વિશાળ ચોથા નંબરનું વિશાળ અને વ્યસ્ત કહેવાય એવું રેલવે નેટવર્ક છે. આટલા આ વિશાળ રેલવે નેટવર્કમાં અનેક એવા રેલવે સ્ટેશન છે કે જેમની સાથે કોઈને કોઈ વિચિત્ર ફેક્ટ જોડાયેલા છે કે પછી તેની કોઈ હિસ્ટ્રી છે કે પછી તેમના નામ જ એટલા વિચિત્ર છે કે જે લેવામાં પણ તમને શરમ આવશે. પરંતુ શું તમને ખબર છે ભારતમાં કેટલાક એવા રેલવે સ્ટેશન પણ આવેલા છે જેનું નામ તમે સીધું કે ઊંધું વાંચો તો સરખું જ વંચાય છે? ચાલો તમને આ રેલવે સ્ટેશનના નામ વિશે જણાવીએ…
ભારતીય રેલવે એ દુનિયાના વિશાળ રેલવે નેટવર્કમાંથી એક છે અને આ રેલવે નેટવર્કના નામે અનેક રેકોર્ડ પણ નોંધાયેલા છે. આ ઈન્ડિયન રેલવે સાથે કેટલાક ન માની શકાય એવા ફેક્ટ્સ પણ જોડાયેલા જેના વિશે ખૂબ જ ઓછા લોકોને જાણ છે. આજે અમે આ સ્ટોરીમાં તમને કેટલાક એવા રેલવે સ્ટેશનના નામ વિશે જણાવીશું કે જેના વિશે તમે ભાગ્યે જ વાંચ્યુ હશે. મજાની વાત તો એ છે કે આ રેલવે સ્ટેશનના નામ તમે સીધા વાંચો કે ઊંધા વાંચો સરખા જ વંચાય છે.
કટકઃ
આ યાદીમાં સૌથી પહેલાં આવે છે કટક રેલવે સ્ટેશન. ઓડિશામાં આવેલું આ કટક જંક્શનનું નામ તમે સીધું કે ઊંધું ગમે ત્યાંથી વાંચો તમને એક સરખું જ વંચાય છે.

ગદગઃ
ભારતીય રેલવેનું બીજું સ્ટેશન છે ગદગ સ્ટેશન. ગદગ રેલવે સ્ટેશનનું નામ પણ તમે સીધું કે ઊંધુ વાંચો તમને સીધું જ વંચાશે. આ રેલવે સ્ટેશન કર્ણાટક રાજ્યમાં આવેલું છે.

કાલકાઃ
આ જ અનુસંધાનમાં ત્રીજું રેલવે સ્ટેશન છે કાલકા જંક્શન. આ રેલવે સ્ટેશન હરિયાણા રાજ્યમાં આવેલું છે. કાલકા નામ પણ તમે ગમે તે તરફથી વાંચશો તો એક સરખું જ રહે છે અને તેનું નામ નથી બદલાતું.

છે ને એકદમ અનોખી ઈન્ફોર્મેશન? આમાંથી તમે કેટલા રેલવે સ્ટેશનની મુલાકાત લીધી છે? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.



