ટ્રેનમાં સાઇડ લોઅર બર્થ પર ઊંઘવા માટેનો શું છે Indian Railwayનો નિયમ? નહીં જાણો તો મુશ્કેલીમાં મુકાશો! | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

ટ્રેનમાં સાઇડ લોઅર બર્થ પર ઊંઘવા માટેનો શું છે Indian Railwayનો નિયમ? નહીં જાણો તો મુશ્કેલીમાં મુકાશો!

ભારતીય રેલવે (Indian Railway)માં દરરોજ કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે અને પ્રવાસીઓની આ લોકપ્રિયતાએ જ ઈન્ડિયન રેલવેને દુનિયાના ચોથા નંબરનું સૌથી વ્યસ્ત અને વિશાળ રેલવે નેટવર્ક બનાવે છે.

પરંતુ આ ભારતીય રેલવેના સુચારૂ સંચાલન અને પ્રવાસીઓની સુવિધા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જેનું પાલન થાય એ ખૂબ જ જરૂરી છે. ચાલો આજે તમને ભારતીય રેલવેના સાઈડ બર્થ સંબંધિત નિયમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આપણ વાચો: ભારતીય રેલવે કરશે કમાલ, આવી રહી છે વંદે ભારત પાર્સલ ટ્રેન…

એક્સપ્રેસ ટ્રેનની વાત કરીએ તો સ્લિપર રિઝર્વ કોચમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે ભારતીય રેલવે દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવે છે. આ નિયમ રેલવે દ્વારા પ્રવાસીની સુવિધા માટે બનાવવામાં આવ્યા છે.

ટ્રેનની સીટિંગ અરેન્જમેન્ટની વાત કરીએ તો પેસેજની એક તરફ ત્રણ-ત્રણ એમ કુલ છ સીટ અને બીજી બાજું ઉપર અને નીચે એક એક એમ બે સીટ હોય છે. જેને આપણે સાઈડ બર્થ કહીએ છીએ. ટૂંકમાં કોચના એક કૂપેમાં આઠ સીટ હોય છે.

વાત કરીએ સાઈડ બર્થની તો આ સાઈડ બર્થ વચ્ચેથી ખૂલી જાય છે અને ચેયરની જેમ કામ કરે છે. સામાન્યપણે આ સીટ આરએસી એટલે કે રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન (RAC)ના પ્રવાસીઓને એલોટ કરવામાં આવે છે. જોકે ઘણી વખત કન્ફર્મ ટિકિટવાળા પ્રવાસીઓને પણ આ સીટ એલોટ કરવામાં આવે છે.

આપણ વાચો: ટ્રેનની ટિકિટ ખોવાઈ જાય તો શું કરવું? જાણો ભારતીય રેલવેનો મહત્વનો નિયમ…

દિવસના સમયમાં પ્રવાસીઓ આ સીટનો ખુરશી તરીકે જ ઉપયોગ કરે છે. પરંતુ શું જેને આ સીટ મળી છે અને એને દિવસના સમયે ઊંઘવાનું મન થાય તો શું તે એવું કરી શકે છે? રેલવે દ્વારા આ બાબતે ખાસ નિયમ બનાવવામાં આવ્યો છે. જેના વિશે આજે આપણે અહીં વાત કરીશું.

રેલવે દ્વારા સાઈડ લોઅર બર્થ પર ઊંઘવા માટે અલગથી કોઈ નિયમ નથી બનાવવામાં આવ્યો છે. જે નિયમ ટ્રેનની બાકીની સીટ માટે છે એ જ આ સીટ માટે પણ લાગુ થાય છે.

આપણ વાચો: મુંબઈથી ઉત્તર ભારતીયોના વતન જવાનો ધસારો, હજારો ટ્રેન દોડાવવા છતાં પ્રવાસીઓને રાહત નહીં, જાણો રેલવે શું કહે છે?

રેલવેના નિયમ પ્રમાણે રાતે 10થી સાંજે 6 વાગ્યા સુધી તમે બર્થ પર ઊંઘી શકો છો. એ સમયે અપર બર્થના પ્રવાસીઓને પોતાની સીટ પર જવું જ પડે છે. કોઈ પણ તમને તમારી સીટ પર સૂવાથી રોકી શકે નહીં, કારણ કે એ આખી સીટ તમને એલોટ કરવામાં આવી છે.

જોકે, સાવ એવું નથી કે તમે દિવસના સમયે તમારી સીટ પર ઊંઘી જ ના શકો, પરંતુ એ માટે તમારે તમારા સહપ્રવાસીની મંજૂરી લેવી પડશે. જો રાતે 10 વાગ્યા સુધી તમારો સહપ્રવાસીએ એ સીટ પર બેસવા માંગે છે તો તમે તેને હટાવી શકો નહીં. સિવાય કે તમને કોઈ શારીરિક સમસ્યા છે તો તમારે આ બાબતે સહપ્રવાસી સાથે વાત કરી લેવી જોઈએ અને તેમને સીટ આપવા માટે મનાવી શકો છો.

મળી ગયો ને તમને તમારા સવાલનો જવાબ? તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ આ માહિતી શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરી શકો છો. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button