Indian Railwayની એક ટ્રેન બનાવવા કેટલો ખર્ચ આવે છે? આટલા પૈસામાં તો મુંબઈમાં આવી જાય…

દરરોજ લાખો-કરોડો લોકો ભારતીય રેલવે એટલે કે (Indian Railway)ની ટ્રેનોમાં મુસાફરી કરે છે. ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા અને જરૂરિયાત અનુસાર અલગ અલગ કેટેગરીના કોચ ટ્રેનમાં હોય છે. એક ટ્રેનમાં જનરલ, સ્લીપર, એસી, ચેર કાર સહિતના કોચ હોય છે. આ સિવાય ટ્રેનમાં અનેક હાઈ ક્લાસ કોચ પણ હોય છે જેમાં મુસાફરી કરવાની દરેક પ્રવાસીની ઈચ્છા હોય છે. પણ શું તમને ખબર છે કે દરરોજ જે ટ્રેનમાં કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે એ એક ટ્રેનની કિંમત કેટલી છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
ભારતીય રેલવે એ દુનિયાનું સૌથી વિશાળ અને વ્યસ્ત કહેવાતું ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે. ટ્રેનમાં પ્રવાસીઓને વીજળી, પાણી, વોશરૂમ, એસી, ફેન, ચાર્જિંગ પોઈન્ટ જેવી તમામ સુવિધાઓ આપવામાં આવે છે. વાત કરીએ ટ્રેન અને એનું એન્જિન બનાવવામાં કેટલો ખર્ચ આવે છે એની તો આ આંકડો સાંભળીને કદાચ તમારી આંખો પહોળી થઈ જશે. ટ્રેન બનાવવાના ખર્ચની તો એટલા પૈસામાં તો મુંબઈ જેવા મોટા શહેરમાં 15-16 લક્ઝુરિયસ ફ્લેટ આવી જાય.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ભારતીય રેલવેને એક એન્જિનને બનાવવા માટે 15થી 20 કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે અને આ ટ્રેનોને ભારતમાં તૈયાર કરવામાં આવે છે, એટલે વધારે ખર્ચ નથી આવતો. તમારી જાણ માટે ભારતીય રેલવે એન્જિનને બનાવવા માટે બે પદ્ધતિનો ઉપયોગ કરે છે જેમાંથી એક એટલે ઈલેક્ટ્રિક અને બીજું એટલે કે ડિઝલ. હાલમાં ભારતમાં 52 ટકા ટ્રેનો ડિઝલથી ચાલે છે. સમયની સાથે સાથે જ આ ખર્ચમાં વધારો થઈ શકે છે.
વાત કરીએ ડ્યુલ મોડવાળી લોકોમોટિલ ટ્રેનની કિંમત વિશે તો તેની કિંમત આશરે 18 કરોડ રૂપિયા હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. જ્યારે 4500 એચપી ડિઝલ લોકોમોટિવની કિંમત 13 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. એક નોર્મલ પેસેન્જર ટ્રેન બનાવવા માટે 50થી 60 કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે, કારણ કે તેમાં એક્સપ્રેસ ટ્રેનની સરખામણીએ ઓછી સુવિધા હોય છે. એક્સપ્રેસ ટ્રેનની વાત કરીએ તો એક્સપ્રેસ ટ્રેનમાં 24 કોચ હોય છે અને એક કોચ બનાવવાનો ખર્ચ આશરે બેથી અઢી કરોડ રૂપિયા છે.
ગણતરી કરીએ તો એક એક્સપ્રેસ ટ્રેનના કોચની કિંમત 50 કરોડની આસપાસ અને તેમ જ 20 કરોડનું એન્જિન. આમ એક આખી ટ્રેનની કિંમત આશરે 70થી 80 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે. જોકે, આ કિંમત કોચ, ટ્રેનના સ્ટ્રક્ચર અને સુવિધાઓને હિસાબે ઓછી વધુ હોઈ શકે છે. જનરલ અને સ્લિપર કોચની સરખામણીએ એસી કોચ હંમેશા વધારે હોય છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
આ પણ વાંચો…ગંદા બ્લેન્કેટની ફરિયાદ બાદ Indian Railwayએ લીધો મહત્ત્વનો નિર્ણય, હવે પ્રવાસીઓને…