ગંદા બ્લેન્કેટની ફરિયાદ બાદ Indian Railwayએ લીધો મહત્ત્વનો નિર્ણય, હવે પ્રવાસીઓને… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

ગંદા બ્લેન્કેટની ફરિયાદ બાદ Indian Railwayએ લીધો મહત્ત્વનો નિર્ણય, હવે પ્રવાસીઓને…

ઈન્ડિયન રેલવે (Indian Railway)એ દુનિયાનું વિશાળ અને વ્યસ્ત કહી શકાય એવું ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે. ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે સતત પગલાં લેવામાં આવે છે. જો તમે પણ ભારતીય રેલવેમાં મુસાફરી કરતાં હોવ તો આ સમાચાર તમારા માટે જ છે. ટ્રેનમાં સતત પ્રવાસીઓ દ્વારા મળી રહેલી ખરાબ બ્લેન્કેટની ફરિયાદ બાદ હવે ઈન્ડિયન રેલવેએ ખાસ જાહેરાત કરી છે, જેના વિશે જાણી લેવું તમારા માટે ફાયદાકારક રહેશે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર લાંબા અંતરની ટ્રેનોમાં અવારનવાર પ્રવાસીઓ દ્વારા ખરાબ કે ગંધાતા બ્લેન્કેટ આપવામાં આવતા હોવાની ફરિયાદો રેલવેને મળી રહી હતી. આ બાબતે રેલવે દ્વારા બ્લેન્કેટ ધોવાને લઈને એક એડવાઈઝરી પણ બહાર પાડવામાં આવી હતી. હવે રેલવેએ પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં લઈને ટ્રેનમાં પ્રવાસીઓને બ્લેન્કેટની સાથે સાથે કવર આપવાની જાહેરાત કરી છે. આ પાઈલટ પ્રોજેક્ટ રેલવે દ્વારા હાલ તો જયપુરથી શરૂ કરવામાં આવ્યો છે.

આપણ વાંચો: …તો આ મહિનાના અંતમાં ઈન્ડિયન રેલવે લોન્ચ કરી શકે છે Super App

રેલવે દ્વારા જયપુર-અમદાવાદ રૂટ પર પ્રવાસીઓને પ્રિન્ટેડ લિનન બ્લેન્કેટ કવરની સુવિધા આપવામાં આવશે. જો આ પ્રયોગ સફલ રહ્યો તો પ્રવાસીઓના ફીડબેક બાદ તેને દેશભરમાં લાગુ કરવામાં આવશે.

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હવે તમામ એસી કોચમાં પ્રવાસ કરતાં પ્રવાસીઓને બ્લેન્કેટ કવરની સુવિધા મળશે. આ સુવિધાને જયપુરથી પાઈલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી છે. આનો હેતુ પ્રવાસીઓને પ્રવાસ વધારે આરામદાયક અને સુવિધાજનક બનાવવાનો છે. છેલ્લાં કેટલાક સમયથી બ્લેન્કેટને લઈને પ્રવાસીઓની ફરિયાદો આવી રહી હતી..

આપણ વાંચો: ‘ગજરાજ’ને બચાવવા ઈન્ડિયન રેલવે અજમાવશે આ ટેક્નિક

રેલવે મિનિસ્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આજથી રેલવેમાં નવી પહેલ શરૂ કરવામાં આવી છે. બ્લેન્કેટનો ઉપયોગ તો સામાન્યપણે થતો હતો, પરંતુ આ બ્લેન્કેટની સફાઈને લઈને પ્રવાસીઓ સવાલ ઉઠાવતા હતા. હવે આ સમસ્યાને દૂર કરવા માટે જયપુર-અમદાવાદ ટ્રેનમાં બ્લેન્કેટ કવરની સુવિધા આપવામાં આવશે. આ પ્રયોગ સફળ રહેશે તો દેશભરમાં તેને લાગુ કરવામાં આવશે.

પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ

કેન્દ્રીય પ્રધાને જયપુર, રાજસ્થાનમાં 65 નાના અને મધ્યમ રેલવે સ્ટેશન પર નવા પ્લેટફોર્મ, પ્લેટફોર્મ અપગ્રેડ અને ઈન્ટિગ્રેડ પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બધા વચ્ચે ઉત્તરી રેલવેએ દિવાળી અને છઠ્ઠ પૂજાને ધ્યાનમાં લઈને 15મી ઓક્ટોબરથી 28મી ઓક્ટોબર સુધી પાંચ સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કર્યું છે. જેમાં નવી દિલ્હી, પુરાની દિલ્હી, હઝરત નિઝામુદ્દીન, આનંદ વિહાર અને ગાઝિયાબાહ સ્ટેશનનો સમાવેશ થાય છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button