2026માં હોળી, દિવાળી, નવરાત્રિ, રક્ષાબંધન ક્યારે ઉજવાળી? જુઓ આખુ લિસ્ટ, એક ક્લિક પર…

2025નું વર્ષ ટૂંક સમયમાં જ પૂરું થવા જઈ રહ્યું છે અને 2026 શરૂ થવા જઈ રહ્યો છે. નવ વર્ષનું કેલેન્ડર શરૂ થાય એ પહેલાં જ લોકોના મનમાં 2026માં કયો તહેવાર ક્યારે આવશે, એ જાણવાની તાલાવી થઈ રહી છે. જો તમને પણ આવતા વર્ષે કયો તહેવાર ક્યારે આવી રહ્યો છે એ જાણવાની તાલાવેલી થઈ ગઈ હોય તો આ સ્ટોરી તમારા માટે જ છે.
2026માં હોળી, દિવાળી, નવરાત્રિ, રક્ષાબંધન, ગણેશોત્સવ જેવા મહત્ત્વના તહેવારો કઈ તારીખે અને કયા મહિને ઉજવાશે એની તમામ માહિતી તમને આ સ્ટોરીમાં મળી રહેશે. અત્યારથી જ કેલેન્ડર પ્લાન કરવાથી રજાઓ વગેરે પ્લાન કરવામાં સરળતા રહે છે. ચાલો જોઈએ આવતા વર્ષે ક્યો તહેવાર ક્યારે આવી રહ્યા છે-
જાન્યુઆરી
14મી જાન્યુઆરી, બુધવારઃ લોહડી
15મી જાન્યુઆરી, ગુરુવારઃ મકર સંક્રાંતિ
23મી જાન્યુઆરી, શુક્રવારઃ વસંત પંચમી
26મી જાન્યુઆરી, સોમવારઃ ગણતંત્ર દિવસ
ફેબ્રુઆરી
બીજી ફેબ્રુઆરી, સોમવારઃ રવિદાસ જયંતી
15મી ફેબ્રુઆરી, રવિવારઃ મહાશિવરાત્રિ

માર્ચ
ત્રીજી માર્ચ, મંગળવારઃ હોળી
ચોથી માર્ચ, બુધવારઃ ધૂળેટી
20મી માર્ચ, શુક્રવારઃ ચૈત્રી નવરાત્રિ
31મી માર્ચ, મંગળવારઃ મહાવીર જયંતી
એપ્રિલ
બીજી એપ્રિલ, ગુરુવારઃ હનુમાન જયંતી
14મી એપ્રિલ, મંગળવારઃ બૈસાખી
20મી એપ્રિલ, સોમવારઃ અક્ષય તૃતિયા
23મી એપ્રિલ, ગુરુવારઃ ગંગા સપ્તમી
મે
પહેલી મે, શુક્રવારઃ મહારાષ્ટ્ર દિવસ, લેબર ડે, બુદ્ધ પૌર્ણિમા
16મી મે, શનિવારઃ વટ સાવિત્રી
25મી મે, સોમવારઃ ગંગા દશેરા
જૂન
25મી જૂન, ગુરુવારઃ નિર્જલા એકાદશી
જુલાઈ
16મી જુલાઈ, ગુરુવારઃ પૂરી રથયાત્રા પ્રારંભ
25મી જુલાઈ, શનિવારેઃ દેવશયની એકાદશી
29મી જુલાઈ, મંગળવારઃ ગુરુ પૌર્ણિમા

ઓગસ્ટ
11મી ઓગસ્ટ, મંગળવારઃ શ્રાવણ શિવરાત્રિ
12મી ઓગસ્ટ, બુધવારઃ હરિયાલી અમાવસ્યા
15મી ઓગસ્ટ, શનિવારઃ હરિયાલી તીજ, સ્વતંત્રતા દિવસ
17મી ઓગસ્ટ, શનિવારઃ નાગ પંચમી
26મી ઓગસ્ટ, બુધવારઃ ઓણમ
28મી ઓગસ્ટ, શુક્રવારઃ રક્ષાબંધન
31મી ઓગસ્ટ, સોમવારઃ કજરી તીજ
સપ્ટેમ્બર
4થી સપ્ટેમ્બર, શુક્રવારઃ જન્માષ્ટમી
5મી સપ્ટેમ્બર, શનિવારઃ દહીંહાંડી
સાતમી સપ્ટેમ્બર, સોમવારઃ અજા એકાદશી
10મી સપ્ટેમ્બર, ગુરુવારઃ પિઠોરી અમાસ
14મી સપ્ટેમ્બર, સોમવારઃ હરતાલિકા તીજ
15મી સપ્ટેમ્બર, મંગળવારઃ ગણેશ ચતુર્થી
16મી સપ્ટેમ્બર, બુધવારઃ ઋષિ પંચમી
19મી સપ્ટેમ્બર, શનિવારઃ રાધા અષ્ટમી, મહાલક્ષ્મી વ્રત પ્રારંભ
25મી સપ્ટેમ્બર, શુક્રવારઃ અનંત ચતુર્દશી
27મી સપ્ટેમ્બર, રવિવારઃ પિતૃપક્ષ પ્રારંભ

ઓક્ટોબર
4થી ઓક્ટોબર, રવિવારઃ જિવીત્પુત્રિકા વ્રત
10મી સપ્ટેમ્બર, શનિવારઃ સર્વપિતૃ અમાવસ્યા
11મી ઓક્ટોબર, રવિવારઃ શારદીય નવરાત્રિ આરંભ
20મી ઓક્ટોબર, મંગળવારઃ દશેરા
25મી ઓક્ટોબર, રવિવારઃ શરદ પૂર્ણિમા
29મી ઓક્ટોબર, ગુરુવારઃ કરવા ચૌથ

નવેમ્બર
પહેલી નવેમ્બર, રવિવારઃ અહોઈ અષ્ટમી
છઠ્ઠી નવેમ્બર, શુક્રવારઃ ધનતેરસ
સાતમી નવેમ્બર, શનિવારઃ નરક ચતુર્દશી
8મી નવેમ્બર, રવિવાર દિવાળી
10મી નવેમ્બર, મંગળવારઃ ગોવર્ધન પૂજા
11મી નવેમ્બર, બુધવારઃ ભાઈબીજ
ડિસેમ્બર
પહેલી ડિસેમ્બર, મંગળવારઃ કાલભૈરવ જયંતી
16મી ડિસેમ્બર, મંગળવારઃ ધનુ સંક્રાંતિ
20મી ડિસેમ્બર, રવિવાર ગીતા જયંતી



