દેશના એન્ડ્રોઇડ ફોન યુઝર્સ પર ખતરો, સરકારે મહત્વપૂર્ણ સિક્યુરિટી એલર્ટ જાહેર કર્યું

નવી દિલ્હી : ભારત સરકારે કરોડો એન્ડ્રોઇડ ફોન યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ સિક્યુરિટી એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ક્વોલકોમ ચિપસેટ પર ચાલતા એન્ડ્રોઇડ ફોન યુઝર્સ માટે ચેતવણી આપવામાં આવી છે. આ અંગે ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)કહેવામાં આવ્યું છે કે આ ચિપ સેટના ગંભીર સિક્યુરિટી લેપ્સ જોવા મળી છે. આની જાણ સૌપ્રથમ ગૂગલના થ્રેટ એનાલિસિસ ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી.
ડિવાઇસમાંથી સંવેદનશીલ ડેટા ચોરી શકય
CERT-In અનુસાર આ સિક્યુરિટી લેપ્સ લાભ લઈને સાયબર ગુનેગારો તમારા ડિવાઇસમાંથી સંવેદનશીલ ડેટા ચોરી શકે છે અને કોડિંગ દ્વારા ફોનને હેક કરી શકે છે. આ મહિનાના સુરક્ષા બુલેટિનમાં તેને ઉચ્ચ જોખમ શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે ક્વોલકોમના ઘણા લોકપ્રિય ચિપસેટ્સ, GPU અને Wi-Fi મોડેમમાં એક સાથે ઘણી ગંભીર ખામીઓ મળી આવી છે.
સિક્યુરિટી લેપ્સનો ઉપયોગ સાયબર ગુનેગારો દ્વારા ઉપયોગ
આ બુલેટિન અનુસાર, સ્નેપડ્રેગન 480+ 5G,સ્નેપડ્રેગન 662, સ્નેપડ્રેગન 8 Gen 2 અને તાજેતરના સ્નેપડ્રેગન 8 Gen3(2024 ફ્લેગશિપ ચિપ) જેવા મોડેલો પણ પ્રભાવિત થયા છે. આ ખતરાને ધ્યાનમાં રાખીને Qualcomm એ તેના તમામ ભાગીદારો યુઝર્સ અને વ્યવસાયિક ગ્રાહકોને ચેતવણી આપી છે. CERT-In અનુસાર, Qualcomm આ ખતરાઓથી વાકેફ છે અને એવી આશંકા છે કે આમાંની કેટલીક સિક્યુરિટી લેપ્સનો ઉપયોગ સાયબર ગુનેગારો દ્વારા પહેલાથી જ થઈ ગયો હશે.
આપણ વાંચો: તમારી થાળીમાં રહેલાં ટામેટાં તમારા માટે સાબિત થઈ શકે છે જીવલેણ…
તમારો ફોન આ રીતે સુરક્ષિત કરો
જો તમારો ફોનમાં ક્વોલકોમ ચિપસેટ છે, તો તરત જ મે 2025 એન્ડ્રોઇડ સુરક્ષા પેચ ઇન્સ્ટોલ કરો. આ તમારી ડિવાઇસને આ ખતરાથી સુરક્ષિત કરી શકે છે. તેની માટે ફોનના સેટિંગ્સમાં જાઓ, નીચે સ્ક્રોલ કરો અને સિસ્ટમ અપડેટ્સ પસંદ કરો. ત્યાર બાદ અપડેટ પર ટેપ કરો તમને જે નવું અપડેટ આવે તેને ઇન્સ્ટોલ કરો અને છેલ્લે ફોન રીબુટ કરો. હવે તમારો ફોન નવા સિક્યુરિટીથી અપડેટ થતાં સુરક્ષિત રહેશે.