આ છે ભારતના Top-5 Richest City, જાણી લો Mumbai, Delhi છે કયા નંબરે…

હેડિંગ વાંચીને જ એ જાણવાની તાલાવેલી થઈ ગઈને કે આખરે ભારતના ટોપ ફાઈવ અમીર શહેરોમાં આમચી મુંબઈ અને દિલવાલોં કી દિલ્હીનો નંબર છે કે નહીં અને છે તો પણ કેટલામો? ચાલો આજે તમને એ વિશે જણાવીએ.
2023ના એક રિપોર્ટ અનુસાર ભારતના શહેરોની આર્થિક સ્થિતિનો અભ્યાસ કરીને વિસ્તારથી એક રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં દેશના પાંચ સૌથી અમીર શહેરોની યાદી બનાવવામાં આવી હતી, ચાલો સમય વેડફ્યા જોઈએ કે આ યાદીમાં કયા શહેરે ટોપ કર્યું છે…
દુનિયાના અમીર શહેરોમાં નવાબોં કા શહેર હૈદરાબાદ પાંચમા નંબર પર આવે છે. શિક્ષા અને ટૂરિઝમ સિવાય આ શહેરમાં ઘણી બધી આઈટી કંપનીઓ પણ આવેલી છે. આગળ વધીએ અને વાત કરીએ ચોથા નંબરે આવતા શહેરની. પશ્ચિમ બંગાળનું કોલકતા ભારતના ધનિક શહેરોની યાદીમાં ચોથા નંબરે આવે છે.
આ લિસ્ટ પ્રમાણે ત્રીજા નંબરે આવે છે ભારતની સિલિકોન વેલી તરીકે ગણાતું બેંગ્લુરુ. બેંગ્લુરુ છેલ્લાં કેટલાક સમયથી પાણીની અછતનો સામનો કરી રહ્યું છે પણ ભારતના નક્શા પર તે આઈટી હબ બનીને ઉભરી રહ્યું છે.
બીજા નંબરના શહેરની વાત કરીએ તો આ યાદીમાં બીજા નંબર પર આવે છે દિલવાલોં કી દિલ્હી. દિલ્હીમાં ઉદ્યોગ, એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂશન્સની સાથે સાથે ટુરિઝમનો પણ સમાવેશ થાય છે. દેશના સૌથી અમીર શહેરમાં પહેલાં નંબરે બીજું કોઈ નહીં પણ આમચી મુંબઈનો નંબર આવે છે. માયાવી નગરી મુંબઈ દેશની આર્થિક રાજધાની પણ છે.
ખેર, દિલ્હી હોય કે મુંબઈ હોય કે ભારતનું બીજું કોઈ પણ શહેર. દરેક શહેરની પોતાની કોઈને કોઈ ખાસિયત ચોક્કસ છે. ભારતના અનેક શહેરો પોતાની અંદર ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો સાચવીને બેઠા છે.