નેશનલસ્પેશિયલ ફિચર્સ

શું તમને પણ India Post તરફથી આવ્યો છે આવો મેસેજ? ક્લિક કરતાં પહેલાં 100 વખત વિચારજો, નહીંતર…

આજનો સમય ડિજિટલ છે અને આ ડિજિટલ ફ્રોડના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ સમાચાર તમારી આંખો ખોલી નાખશે. આજકાલ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાઈરલ થઈ રહ્યો છે. આ મેસેજ ઈન્ડિયા પોસ્ટ (India Post) દ્વારા મોકલવામાં આવ્યો છે. જેમાં તમારું કોઈ પાર્સલ આવ્યું છે, પણ અધૂરા એડ્રેસને કારણે તમારા સુધી પહોંચી શક્યું નથી. આ પાર્સલ પાછું ના જાય એ માટે આપેલી લિંક એડ્રેસ અપડેટ કરવાનું જણાવવામાં આવે છે. આ સાથે એક લિંક પણ આપવામાં આવી હોય છે. ચાલો તમને આ મેસેજ પાછળની સચ્ચાઈ જણાવીએ…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ મેસેજ તમને ઈન્ડિયા પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યો હોય એવું દેખાડવામાં આવે છે. આ મેસેજમાં યુઝર્સને જણાવવવામાં આવે છે કે તેમનું કોઈ પાર્સલ આવ્યું છે, પરંતુ અધૂરા એડ્રેસને કારણે પાર્સલ તમારા સુધી પહોંચી શક્યું નથી. 48 કલાકની અંદર પાર્સલ મેળવવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો.

મેસેજને આગળ જોશો તો તમને ખ્યાલ આવશે કે આ મેસેજમાં સાથે એક લિંક પણ આપવામાં આવેલી હોય છે. મેસેજમાં આગળ એવું પણ જણાવવામાં આવે છે કે જો તમે એડ્રેસ અપડેટ નહીં કરો તો પાર્સલ પાછું જતું રહેશે. એડ્રેસ અપડેટ કર્યાના 24 કલાક પાર્સલ તમને રિ-ડિલીવર થશે.

જ્યારે આ મેસેજની જ્યારે સચ્ચાઈ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જે માહિતી સામે આવી એ ચોંકાવનારી છે. પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરવામાં આવેલી પોસ્ટ અનુસાર ઈન્ડિયા પોસ્ટનો આ વાઈરલ થઈ રહેલો મેસેજ ફેક છે અને એમાં કોઈ સચ્ચાઈ નથી.

પીઆઈબી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ઈન્ડિયા પોસ્ટ દ્વારા ક્યારેય આવા મેસેજ મોકલવામાં આવતા નથી અને આવી કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરવાથી બચવું જોઈએ, નહીંતર તમારી સાથે સ્કેમ થઈ શકે છે અને તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે પછી તમારી પર્સનલ ઈન્ફોર્મેશનનો મિસયુઝ થઈ શકે છે.

આ કામની માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે અવશ્ય શેર કરજો, જેથી તેઓ કોઈ પણ સ્કેમર્સના નિશાના પર આવતા બચી જાય. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button