ભારત-પાકિસ્તાન સીઝફાયરની જાહેરાતઃ શું છે આ સીઝફાયર, હવે શું થશે? જાણો A To Z…

ભારત-પાકિસ્તાને યુદ્ધ વિરામ પર સહમતિ દર્શાવી છે અને આજે સાંજે પાંચ વાગ્યાથી જ સીઝફાયર લાગુ કરવામાં આવ્યું છે. પરંતુ આ બધા વચ્ચે સીઝ ફાયર શું છે એના વિશે તમે જાણો છો? ચાલો આજે તમને આ વિશે જણાવીએ. સીઝ ફાયર કે સંઘર્ષ વિરામ શું છે એ વિશે વાત કરીએ તો આ એક એવો શબ્દ છે જેમાં શાંતિ નિહિત હોય છે. એનો અર્થ એવો થાય છે કે યુદ્ધ કે બે દેશો વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ સમાપ્ત થાય છે, ટૂંકમાં આ એક પ્રકારનું સમાધાન હોય છે.
સીઝફાયર એ એક એવા પ્રકારની સમજૂતી છે, જેમાં કોઈ એક ચોક્કસ ક્ષેત્રમાં એક ચોક્કસ સમય માટે તમામ મિલિટ્રી એક્ટિવિટીને નિયંત્રિત કરીને કે ખતમ કરવામાં આવે છે. આને એક તરફી જાહેર પણ કરી શકાય છે, કે પછી સંઘર્ષમાં સામેલ બંને પક્ષો વચ્ચે મધ્યસ્થીથી પણ કરી શકાય છે. ક્યારેક ક્યારેક આ ખૂબ જ ટૂંકી અવધી માટે પણ હોય છે તો ક્યારેક લાંબા સમય સુધી સીઝફાયર સ્થાયી શાંતિ બહાલીનો રસ્તો પણ ખોલે છે.
ઘણા લોકો સીઝફાયર અને યુદ્ધ વિરામને એક જ સમજે છે. પણ હકીકતમાં બંનેએ અલગ અલગ હોય છે. યુદ્ધ વિરામ શબ્દનો પ્રયોગ ક્યારેક ક્યારેક કરવામાં આવે છે, જેનો અર્થ થોડો અલગ થાય છે. યુદ્ધ વિરામ એ એક પ્રકારનો લશ્કરી સમાધાન છે, જેનો પ્રાથમિક ઉદ્દેશ યુદ્ધના પૂરા ક્ષેત્રમાં શત્રુતાને ખત્મ કરીને ચોક્કસ સમય માટે શાંતિ જાળવી રાખવાનો છે. યુદ્ધ વિરામ કે સીઝફાયર બંને દેશની વચ્ચે અસ્થાયી રૂપથી શાંતિ બહાર કરવા જેવો છે, જે લાંબા સમયથી ચાલતા શાંતિ સ્થાપવામાં મદદ કરે છે.
સીઝફાયરની જાહેરાતથી શાંતિ સ્થાપવામાં અને સંઘર્ષમાં સામેલ બંને દેશ વચ્ચે વાતચીતનો માહોલ તૈયાર થાય છે. ઘણી વખત તો બંને દુશ્મન દેશો વચ્ચે વાતચીત અને સમાધાનનો માહોલ તૈયાર કરવા માટે પણ બંને દેશોની સહમતિથી લાગુ કરવામાં આવે છે. અનેક કિસ્સામાં એવું બને છે કે કોઈ ત્રીજા દેશ કે રાજ્યના હસ્તક્ષેપથી સંઘર્ષ વિરામની જાહેરાત કરવામાં આવે છે, જેથી સ્થાયી રૂપે શાંતિ બહાલી માટે વાતચીતનો માહોલ બની શકે.
અનેક વખત સીઝફાયર ચાલી રહેલાં યુદ્ધ વચ્ચે ઘાયલ કે બીમાર લોકોને ખસેડવા, આદાન-પ્રદાન કે પરિવહનની અનુમતિ મળી શકે એ માટે પણ લાગુ કરવામાં આવે છે. આ માટે તેને સંપૂર્ણપણે કોઈ સંઘર્ષનો અંત ના માની શકાય. જોકે, છદ્મ યુદ્ધ અને ક્રોસ બોર્ડર ફાયરિંગ જેવી સ્થિતિમાં સીઝફાયર લાંબા સમય સુધી જારી રાખવાનો અર્થ પાછી શાંતિ સ્થાપવાની દિશામાં આગળ વધવું પણ હોઈ શકે છે.