સ્પેશિયલ ફિચર્સ

લૉન અને ઈએમઆઈમાં જ ખર્ચાઈ જાય છે દેશના બહોળા વર્ગની આવકઃ જાણો સર્વે

લોકો પોતાની આવકનો વિવિધ રીતે ખર્ચ કરે છે, પણ ક્યારેય તમે વિચાર્યું છે કે દેશના મોટાભાગના કામ કરતા લોકો તેમની આવકનો એક તૃતીયાંશ જેટલો ભાગ ક્યાં ખર્ચ કરે છે? કદાચ નહીં વિચાર્યું હોય, પણ આનો જવાબ એક સર્વેમાં જાણવા મળ્યો છે. આ સર્વેમાં જાણવા મળ્યું છે કે ભારતના લોકો તેમની આવકનો લગભગ એક તૃતીયાંશ ભાગ ખાવા પીવા કે મુસાફરી પાછળ નહીં પરંતુ લોનના ઇએમઆઈ પર ખર્ચ કરી રહ્યા છે. આપણે આ વિશે જાણીએ.

હાલમાં જ એક સર્વેક્ષણ કંપનીએ તેનો અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલમાં તેણે 30 લાખ લોકોના ખર્ચનો વિશ્લેષણ કરેલું છે. આ સર્વેમાં થ્રી ટીયર સિટીના અને મહાનગરમાં રહેતા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમની માસિક આવક 20,000 થી 1 લાખ રૂપિયા સુધીની હતી. આમાં ઘણી મહત્વની માહિતીઓ જાણવા મળી છે.

આ સર્વેના અહેવાલ મુજબ ઉચ્ચ મધ્યમ કમાણી કરતા મોટાભાગના લોકો તેમની આવકનો લોનનો ઇએમઆઇ ચૂકવવા પાછળ ખર્ચ કરે છે જ્યારે નોકરીના ફ્રેશર્સ લોકો ઈએમઆઈ પાછળ ઓછો ખર્ચ કરે છે. આ સર્વેમાં ખર્ચને ત્રણ અલગ અલગ શ્રેણીમાં વેચવામાં આવ્યો હતો જેમાં ફરજિયાત ખર્ચ આવશ્યક ખર્ચ અને લક્ઝરી ખર્ચનો સમાવેશ થાય છે. ફરજિયાત ખર્ચનો હિસ્સો લગભગ 39% હતો, જેમાં લોન ચૂકવણી અને વીમા પોલિસી નો સમાવેશ થતો હતો અન્ય લક્ઝરી ખર્ચની વાત કરીએ તો તેમાં ઓનલાઇન ગેમિંગ, હોટલ અને રેસ્ટોરન્ટનો ખર્ચ, મનોરંજન વગેરેનો સમાવેશ થાય છે.
આવશ્યક ખર્ચનો હિસ્સો 32% હતો જેમાં પાણી વીજળી ગેસ દવા કરિયાણાની વસ્તુઓ વગેરે મૂળભૂત ઘરગથ્થુ જરૂરીયાતોનો સમાવેશ થાય છે.

કોણ ક્યાં ખર્ચ કરી રહ્યું છે :-
સર્વેના અહેવાલ અનુસાર ઓછો પગાર ધરાવતા લોકો તેમની આવકનો મોટો ભાગ તેમના પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા અને લોન ચૂકવવા પાછળ રહ્યા છે જ્યારે ઉચ્ચ પગાર ધરાવતા લોકો મોટાભાગનો ખર્ચ આવશ્યક અને લક્ઝરી ખર્ચ પર કરી રહ્યા છે. ઉચ્ચ આવક ધરાવતા લોકોમાં લોનનું પ્રમાણ વધારે છે જે તેમના લક્ઝરી વસ્તુઓ અને રજાઓ માટે વધતા ક્રેઝ તરફ ઈશારો કરે છે રિપોર્ટના આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ઓછી આવક ધરાવતા લોકોનો લક્ઝરી ખર્ચ 22% છે જ્યારે ઉચ્ચ આવક ધરાવતા લોકોનો લક્ઝરી ખર્ચ 33% છે.

આ અહેવાલમાં અન્ય પણ એક સામ્યતા જોવા મળી હતી કે ઓછી આવકમાં ફરજિયાત ખર્ચ 34% હતો જ્યારે ઊંચી આવક ધરાવતા લોકોનો ફરજિયાત ખર્ચ 45% હતો જ્યારે આવશ્યક ચીજ વસ્તુઓ પરનો ખર્ચનો ટ્રેન્ડ જોઈએ તો પગાર વધવાની સાથે આ ખર્ચમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો ઓછી આવક ધરાવતા લોકોનો આવશ્યક ચીજ વસ્તુઓ પરનો ખર્ચ 44% હતો જ્યારે ઊંચા આવક ધરાવતા લોકોનો આવશ્યક ચીજ વસ્તુઓનો ખર્ચ પાત્ર ૨૨ ટકા હતો.

હવે લક્ઝરી ખર્ચની વાત કરીએ તો ઉચ્ચ આવક ધરાવતા લોકો લક્ઝરી વસ્તુઓ પર ઓછી આવક ધરાવતા લોકો કરતા ત્રણ ગણાથી વધુ ખર્ચ કરે છે ઊંચી આવક ધરાવતા લોકો લક્ઝરી આઈટમ ઉપર રૂ.3200થી વધુનો ખર્ચ કરે છે જ્યારે ઓછી આવક ધરાવતા લોકોનો લક્ઝરી ખર્ચ 958 રૂપિયા છે. ઓછી આવક ધરાવતા લોકો ઓનલાઈન ગેમિંગ પર 22% ખર્ચ કરે છે જ્યારે વધુ આવક ધરાવતા લોકો ફક્ત ૧૨ ટકા ખર્ચ કરે છે, જ્યારે બી ગ્રેડ શહેરોમાં લોકો તબીબી ખર્ચ પર વધુ ખર્ચ કરે છે.

આ પણ વાંચો…નીતા અંબાણી જેટલી અમીર નથી, પણ તેમ છતાં દરરોજ ફ્લાઈટમાં ઓફિસ જાય છે આ મહિલા…

પગારદાર લોકો તેમની આવકનો 34-45 ટકા ભાગ આવશ્યક વસ્તુઓ પર, 22-44 ટકા ખર્ચ લોૌન, ઇએમઆઇ જેવી જરૂરિયાતો પર અને 22-33 ટકા લક્ઝરી બાબતો પર ખર્ચ કરે છે. સર્વેમાં એમ પણ જાણવા મળ્યું છે કે લોકોની બચતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. પગારમાં વધારો થયો હોવા છતાં લોકોમા ઇએમઆઇ પર ઘર, કાર ખરીદવાનું ચલણ વધ્યું છે, જેને કારણે લોકોના દેવામાં પણ વધારો થયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button