નેશનલસ્પેશિયલ ફિચર્સ

પહેલી જુલાઈથી બદલાઈ રહ્યો છે આ મહત્ત્વનો નિયમ, TRAIએ પોસ્ટ કરીને આપી માહિતી…

Telecom Regulatory Authority of India (TRAI) દ્વારા મોબાઈલ યુઝર્સ માટે દર થોડા સમયે નવી નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે. હવે ફરી એક TRAI દ્વારા એક નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. આ ગાઈડલાઈન Mobile Number Portability (MNP)ને લઈને છે. TRAI દ્વારા એક પોસ્ટ કરીને પહેલી જુલાઈ, 2024થી લાગુ થનારા આ નિયમ વિશે માહિતી આપવામાં આવી છે.

TRAIના મતે આ નવા નિયમની મદદથી સિમ સ્વેપ, સાઈબર ફ્રોડ અને ઓનલાઈન ફ્રોડ જેવા ગુનાઓ પર રોક લગાવી શકાશે. TRAIના નિયમ અનુસાર જો તમે પોતાનું સિમકાર્ડ સ્વેપ કરો છે એટલે કે એ જ નંબરનું નવું સિમ કાર્ડ લો છો તો તરત જ નંબર પોર્ટ કરાવવાનું શક્ય નહીં બને.

સિમ સ્વેપના સાત દિવસ બાદ જ નંબર પોર્ટ કરાવી શકાશે. છેલ્લાં કેટલાક સમથી કોઈ બીજાના નામ પર નવા નવા સિમકાર્ડ લઈને લોકો સાથે છેતરપિંડી કરવાના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. સિમ સ્વેપિંગ સ્કેમ પણ દેશમાં ખૂબ જ વધી રહ્યું છે, પણ TRAIના નવા નિયમથી એને રોકવામાં મદદ મળશે. TRAIએ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી રેગ્યુલેશન, 2024 પણ જારી કર્યું છે જેમાં આ નિયમનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવવાનું થાય તો તમે તમારું સિમ સ્વેપ કરાવ્યું છે અને નવું સિમ કાર્ડ લીધું છે તો સાત દિવસ સુધી તમે એને બીજા કોઈ નેટવર્કમાં પોર્ટ નહીં કરાવી શકો. TRAIએ આ નવો નિયમ સિમ સ્વેપિંગથી થનારા ફ્રોડને રોકવા માટે બનાવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે MNPની સુવિધા પહેલી વખત 2009માં આપવામાં આવી હતી અને એની મદદથી ફોન નંબર બદલ્યા વિના બીજા નેટવર્કમાં પોર્ટ કરી શકાય છે. આ માટે તમારે એ નંબરથી એક મેસેજ કરવાનો રહેશે જે નંબર તમને પોર્ટ કરાવવાનો છે. તમારે મેસેજમાં પોર્ટ લખીને એક સ્પેસ આપીને તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર લખીને એને 1900 નંબર પર મોકલી આપવાનો રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button