સ્પેશિયલ ફિચર્સ

UPI યુઝર્સ માટે આવ્યા મહત્વના સમાચાર: 31મી ડિસેમ્બર સુધી આ UPI નંબર્સ થશે બંધ

મુંબઇ: જો તમે UPI પેમેન્ટનો ઉપયોગ કરો છો તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ UPI યુઝર્સ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં સરકારે કહ્યું છે કે, યુઝર્સની બેદરકારીને કારણે તમારું UPI એકાઉન્ટ અને UPI આયડી બંધ થઇ શકે છે. UPI નેટવર્ક ચલાવનાર નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ગૂગલ પે (Google pay), પેટીએમ (Paytm) અને ફોન પે (Phonepe) જેવા થર્ડ પાર્ટી યુપીઆઇ એપ્સને કેટલાંક UPI આઇડી અને નંબર બ્લોક કરવા માટે કહ્યું છે.

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ નોટીસ મુજબ આખા વર્ષમાં એક કરતાં વધુ વાર એક પણ વ્યવહાર ન થયો હોય તેવા ખાતાઓ બંધ કરવામાં આવશે. NPCI એ UPI નેટવર્ક સુરક્ષીત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે ત્યાર બાદ જે UPI ક્રમાંક અને UPI આઇડી વપરાશમાં છે તે તો સક્રીય જ રહેશે.
NPCI એ નિષ્ક્રિય UPI નંબર અને આઇડી બંધ કરવા માટે બેન્ક અને થર્ડ પાર્ટી એપ્સને 31મી ડિસેમ્બર 2023 સુધીનો સમય આપ્યો છે. તેથી જો યુઝર્સને તેમનો UPI આઇડી અને નંબર નેટવર્ક બંધ ન કરવો હોય તો તેમને તેમનો UPI નંબર સક્રિયા રાખવો પડશે. UPI આઇડી અને નંબર બંધ કરતી વખતે બેન્ક અને થર્ડ પાર્ટી એપ્સને યુઝર્સને ઇમેલ અથવા મેસેજ દ્વારા જાણ કરવી પડશે.


એનપીસીઆઇએ કહ્યું કે, ડિજીટલ પેમેન્ટ ક્ષેત્રમાં ગ્રાહકો માટે સેફ ટ્રાન્ઝેક્શન થાય તે માટે બેન્કીંગ પ્રણાલી નિયમીત રીતે ચેક કરવી આવશ્યક હોય છે. ઘણાં યુઝર્સ નવેસરથી એકાઉન્ટ લીંક કરીને મોબાઇલ નંબર ચેન્જ કરે છે. પણ એ નંબર પરથી UPI એકાઉન્ટ બંધ કરતા નથી. ત્યારે નવા યુઝર્સને જૂનો નંબર અપાય એવી શક્યતાઓ રહેલી છે. તેથી આવા નિષ્ક્રીય નંબર બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button