સ્પેશિયલ ફિચર્સ

ચાના શોખીનો માટે આવી ગયા મહત્ત્વના સમાચાર…

આપણે ત્યાં ચાપ્રેમીઓની કોઈ કમી નથી અને હાલમાં જ કરવામાં આવેલા સંશોધનમાં જે તારણ સામે આવ્યું છે એ ખરેખર ચા પીનારાઓનું લોહી સવાસેર વધી જશે. સંશોધનમાં જાણવા મળેલી માહિતી અનુસાર જો કોઈ 40 વર્ષથી 60 વર્ષ સુધીની ઉંમરમાં ચાનું સેવન કરે છે તો જીવનના પાછલા વર્ષમાં શરીર નબળું પડવાની શક્યતા ઘટી જાય છે. આ પાછળનું મુખ્ય કારણ છે ચામાં રહેલું કેફીન છે.

સિંગાપોરની નેશનલ યુનિવર્સિટી દ્વારા 45થી 74 વર્ષની વયના 12,000 જેટલા લોકો પર આ સંશોધન હાથ ધર્યું હતું. યુનિવર્સિટીની યોંગ લૂ લિન સ્કૂલના હેલ્ધી લોન્જીવીટી ટ્રાન્સલેશનલ રિસર્ચ પ્રોગ્રામના પ્રોફેસર કોહ વૂન પુઆહે આ બાબતે એવું જણાવ્યું હતું કે જીવનના આ તબક્કામાં ચા પીવાને કારણે પાછલા વર્ષોમાં શરીર નબળું પડવાની શક્યતા ઘટી જાય છે.
સંશોધનમાં સામેલ લોકો જેમની સરેરાશ ઉંમર 73 વર્ષની હતી, તેમના વજન અને ઉર્જા સ્તર વિશેની તપાસ કરવામાં આવી હતી. સંશોધનના પરિણામો એવું દર્શાવે છે કે આધેડ વયમાં કોફી, બ્લેક ટી અથવા ગ્રીન ટી પીવાથી જેઓ દરરોજ ચાર કે તેથી વધુ કપ કોફી પીતા હતા તેઓમાં શારીરિક નબળાઈની શક્યતાઓમાં નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળ્યો હતો. જેની સરખામણીએ દરરોજ કોફી ન પીનારાઓ લોકો કરતાં શારીરિક રીતે નબળા હોવાની શક્યતા ઘણી ઓછી હતી. જે લોકો દરરોજ કાળી અથવા લીલી ચા પીતા હતા તેઓને ચા ન પીતા લોકોની સરખામણીએ શારીરિક નબળાઈ થવાની શક્યતા ઘણી ઓછી હતી.

અમેરિકન મેડિકલ ડાયરેક્ટર એસોસિએશનના જર્નલમાં પ્રકાશિત થયેલા આ સંશોધનમાં એવું તારણ આવ્યું હતું કે કેફીનના પ્રમાણને ધ્યાનમાં લીધા વિના જ વધુ કેફીનનું સેવન શારીરિક નબળાઈ આવવાની શક્યતા ઘટી જાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button