રેલવેનો મહત્વનો નિર્ણય: ભુજ-મુંબઈ સ્પેશિયલ ટ્રેન ફેબ્રુઆરીના અંત સુધી લંબાવવામાં આવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
કચ્છના ધોરડો ખાતે ચાલી રહેલા રણોત્સવને માણવા માટે બહોળી સંખ્યામાં આવી રહેલાં પ્રવાસીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા કચ્છ-મુંબઈ વચ્ચે સપ્તાહમાં બે વખત દોડાવવામાં આવતી વિશેષ ટ્રેનને ફેબ્રુઆરી મહિનાના અંત સુધી લંબાવવામાં આવી છે.
આ અંગે રેલવેના જન સંપર્ક અધિકારીના જણાવ્યા અનુસાર, ૦૯૦૩૭ નંબરની વિશેષ ટ્રેન સપ્તાહમાં દર ગુરુવારે અને શનિવારે બાંદ્રાથી ઉપડી બીજા દિવસે સવારે પ.૫૦ કલાકે ભુજ પહોંચે છે. બાંદ્રાથી તા.૫,૭,૧૨,૧૪,૧૯,૨૧ અને તા.૨૬ સુધી દોડાવવાનો હાલ નિર્ણય લેવામાં આવ્યો છે.
બીજી તરફ, ૦૯૦૩૮ નંબરની સ્પેશિયલ ટ્રેન ભુજથી દર શુક્રવારે અને રવિવારે સાંજે ૫.૪૦ કલાકે ઉપડી બીજા દિવસે સવારે ૮.૩૦ કલાકે બાંદ્રા પહોંચે છે. આ ટ્રેન આગામી ફેબ્રુઆરીમાં તા. ૬,૮,૧૩,૧૫,૧૯, ૨૨ અને તા. ૨૬ સુધી દોડાવવામાં આવશે.
આ ટ્રેનને પ્રવાસી વર્ગ તરફથી મળી રહેલા સારા પ્રતિસાદના લીધે ફેરા વધારવામાં આવ્યા હોવાનું જનસંપર્ક અધિકારીએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો શું તમે જાણો છો કે તમારા ખિસ્સામાં રહેલી ભારતીય ચલણી નોટ કોણ ડિઝાઈન કરે છે? RBI કે પછી…



