રોજ સવારે ઘરમાંથી ઝાડુ મારતી વખતે આ Magical Word બોલશો તો…

વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓને લઈને અનેક મહત્ત્વની ઘટનાઓ વિશે જણાવવામાં આવ્યું છે અને આ દિશાઓ અનુસાર જો નિયમોનું પાલન કરવામાં આવે તો તેના સકારાત્મક પરિણામો પણ જોવા મળે. આવા જ એક વાસ્તુ શાસ્ત્રના નિયમ વિશે આજે આપણે અહીં વાત કરવા જઈ રહ્યા છે. વાસ્તુશાસ્ત્રમાં જાડુ લગાવવાથી લઈને એને કઈ દિશામાં, કઈ રીતે રાખવું જોઈએ એના વિવિધ નિયમો જણાવવામાં આવ્યા છે.
આજે અમે તમને અહીં વાસ્તુ શાસ્ત્રમાં ઝાડુ લગાવતા સમયે બોલવામાં આવતા કેટલાક સિક્રેટ શબ્દની માહિતી આપવા જઈ રહ્યા છે. આ સિક્રેટ મેજિકલ વર્ડ ઝાડુ કાઢતા સમયે બોલવામાં આવે તો એને કારણે પ્રગતિના દ્વારા ખુલી જાય છે અને જીવનમાં સકારાત્મક્તાનું આગમન થાય છે. આવો જોઈએ કયા છે મેજિકલ વર્ડ…
તમે જ્યારે સવારે ઘરમાં ઝાડુ મારો ત્યારે એક વાક્ય ચોક્કસ બોલો કે અમારા ઘરમાંથી રોગ બહાર જઈ રહ્યા છે. આખા ઘરમાંથી ઝાડુ લગાવતી વખતે જો આ મેજિકલ વર્ડ બોલવામાં આવશે તો તેના પરિણામો જોવા મળશે. એટલું જ નહીં આવું કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.
આ સિવાય જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો તણાવ જોવા મળે છે તો સવારે ઝાડુ મારતી વખતે બોલો કે મારા ઘરમાંથી તાણ બહાર જઈ રહ્યો છે અને થોડા જ સમયમાં તમને આના સકારાત્મક પરિણામો જોવા મળશે અને ઘરમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે,
વાસ્તુ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ઘરમાં ક્યારેય તૂટેલું ઝાડું નહીં રાખવું જોઈએ. આ સાથે સાથે જ ક્યારે ઘરમાં ઝાડું ઊભું નહીં રાખવું જોઈએ. વાત જાણે એમ છે કે હિંદુ ધર્મમાં ઝાડુને ધનની દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. આ સાથે જ ઝાડુને દક્ષિણ કે પશ્ચિમ દિશામાં ના રાખવું જોઈએ.