ઉનાળામાં આ ફળને ફ્રીઝમાં રાખવાની ન કરતાં ભૂલ ! ફળ બની જશે ઝેર

ગાંધીનગર : હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. ઉનાળાની ઋતુમાં તાપમાનમાં થતાં વધારાને કારણે ખાવા-પીવાની વસ્તુઓ બગડવા લાગે છે. આથી મોટાભાગના લોકો બજારમાંથી ફળો લાવીને ફ્રીજમાં રાખે છે. પરંતુ એક ફળ એવું પણ છે જેને ફ્રીજમાં રાખવામાં આવે તો તે ઝેરી બની શકે છે.
ઉનાળાની સિઝનમાં ખાદ્યપદાર્થો બગડે નહીં તેથી લોકો તેને ફ્રીજમાં રાખતા હોય છે. લોકોનું એવું માને છે કે જેમ-જેમ તાપમાન વધે છે તેમ ફ્રિજમાં વસ્તુઓ રાખવાથી વસ્તુઓ લાંબા સમય સુધી તાજી રહે છે અને બગડતી નથી. જો કે, એવું જરૂરી નથી કે રેફ્રિજરેટરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુ સારી હોય. કેટલીકવાર ફ્રિજમાં રાખવામાં આવેલી વસ્તુઓનો સ્વાદ બદલાઈ જાય છે અને તેની અસર સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે. તરબૂચ પણ એક એવું ફળ છે, જેને ભૂલથી પણ ફ્રીજમાં ન રાખવું જોઈએ. તેના ઘણા ગેરફાયદા છે, ચાલો જાણીએ…
તરબૂચને ફ્રીજમાં રાખવાનું ટાળજો : એવું માનવામાં આવે છે કે તરબૂચને ફ્રિજમાં રાખતાની સાથે જ તેનું પોષણ મૂલ્ય ઓછું થવા લાગે છે. જો તરબૂચને કાપીને ફ્રીજમાં રાખવામાં આવે તો ફૂડ પોઈઝનિંગનો ખતરો રહે છે. વાસ્તવમાં, કાપેલા તરબૂચમાં બેક્ટેરિયા વધવા લાગે છે. આ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એટલા માટે ભૂલથી પણ તરબૂચને ફ્રીજમાં ન રાખવું જોઈએ. જો કે, ઉનાળામાં તરબૂચના ઘણા ફાયદા છે.
તરબૂચના ઘણા ફાયદાઓ છે,વજન ઘટાડવામાં મદદરૂપ : જો તમે તમારું વજન ઓછું કરવા માંગો છો તો તરબૂચ મદદરૂપ થઈ શકે છે. એમાં કેલરી ઘણી ઓછી હોય છે કે જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમના માટે આ ખૂબ જ સારો વિકલ્પ માનવામાં આવે છે. આથી તરબૂચ હાલમાં બજારમાં ધૂમ વેચાય છે અને લોકો 2થી 5-5 કિલો ખરીદીને ઘરે લાવે છે.
પાચન સુધારે : તરબૂચમાં ફાઈબર સારી માત્રામાં હોવાથી આ ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને તેનાથી તમારું પાચન સારું થાય છે. જેનો તમને ફાયદો મળી રહેશે.
ર્હદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક : તરબૂચ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ વધુ માત્રામાં જોવા મળે છે. જે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ બને છે અને હૃદયની તંદુરસ્તી જાળવવાનું કામ કરે છે.
શરીરમાં પાણીની ઉણપ નહીં થવા દે : ઉનાળાની ઋતુમાં તરબૂચને ખૂબ જ સારું ફળ માનવામાં આવે છે. તે શરીરને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે. ઉનાળામાં તરબૂચ ખાવાથી પાણીની ઉણપ પૂરી થાય છે અને તમે સ્વસ્થ રહો છો.
આંતરડાના રોગો સામે રક્ષણ આપે છે : તરબૂચ આંતરડાને અનેક રોગોથી બચાવી શકે છે. તેમાં વિટામિન સી અને બી કોમ્પ્લેક્સ જોવા મળે છે, જે આંતરડામાં સારા બેક્ટેરિયાના વનસ્પતિને જાળવી રાખે છે. આનાથી ઘણા ફાયદા થાય છે.