સ્પેશિયલ ફિચર્સ

પાતળા થવા કે જાડા થવા ઈન્ટરનેટ પર આંધળો વિશ્વાસ કરતા હો તો આ વાંચી ચેતી જજો

દરેક બાબતો માટે ઇન્ટરનેટ પર આધાર રાખવો શું જરૂરી છે? શા માટે જાણી જોઈને જ પોતાના જીવનો જોખમમાં મુકીએ છીએ? પોતાનું સ્વાસ્થ્ય સારૂ રાખવા માટે લોકો હવે ડૉક્ટર કરતા પણ વધારે ઇન્ટરનેટ પર વધારે વિશ્વાસ રાખવા લાગ્યાં છે. પરંતુ આના કારણે અનેક પ્રકારના નુકસાન થતાં હોય છે. આવો જ એક કેસ કેરળમાંથી બન્યો છે. ઘટના એવી છે કે, કેરળના કન્નુરમાં એક 18 વર્ષની એક યુવતીનું ડાઈટિંગના કારણે મોત થયું છે. મામલો એવો છે કે, યુવતીએ પોતાનું વજન ઓછું કરવા માટે ઇન્ટેરનેટ પર આવતા ડાયટ પ્લાનને ફોલો કર્યો હતો. એટલું જ નહીં પરંતુ તે ડાયટ પ્લાનને વ્યસનની જેમ અનુસરવા લાગી હતી. આ પહેલા પણ તે જાડા થવાના ડરથી ખાવાનું છોડી દેતી હતી.

ઇન્ટરનેટના ભરોસે તેણે ગાંડાની જેમ ડાયટને ફોલો કરી
ઘટનાની વાત કરવામાં આવે તો કન્નુરના કુથુપરમ્બામાં રહેતી વાલી શ્રીનંદાનું થાલાસ્સેરીની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું થયું છે. વાલી શ્રીનંદાને થોડા દિવસ માટે વેન્ટિલેટર પર પણ રાખવામાં આવી હતી. જોકે, આટલી સારવાર બાદ પર તેનો જીવ બચી શક્યો નહી, કારણે કે, ઇન્ટરનેટના ભરોસે વિચાર્યા વિના ડાયટ પ્લાનને ફોલો કર્યો હતો.

શ્રીનંદાએ ખાવા માટે માત્ર પ્રવાહી પર જ આધાર રાખ્યો
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે શ્રીનંદા વજન વધવાના ડરના કારણે ખાવાનું ટાળતી હતી અને ખુબ જ ટેન્શનમાં પણ રહેતી હતી. તે કથિત રીતે માત્ર પ્રવાહી રૂપે જ આહાર લેતી હતી. મૃતક યુવતી મત્તનુર પઝહસીરાજા એનએસએસ કોલેજમાં સ્નાતકના પ્રથમ વર્ષની વિદ્યાર્થિની હતી. આ મામલે નિષ્ણાંતોનું માનવું છે કે, આ અનોરેક્સિયા નવોર્સાનો કેસ હોઈ શકે છે, જે ખાવા સાથે સંકળાયેલી બીમારી છે. આ યુવતીનું પણ આવા કારણોથી મોત થયું હોવાનું તબીબોનું માનવું છે.

આ પણ વાંચો…Captain Rohit Sharmaને રિટાયરમેન્ટ બાદ મળશે આટલું પેન્શન…

ડાયટ પહેલા ખાસ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ
પ્રશ્ન એ થાય છે કે, આટલા બધા જાણકાર તજજ્ઞો હોવા છતાં પણ શા માટે સ્વાસ્થ્ય માટે ઇન્ટરનેટ પર ભરોસો કરવામાં આવે છે? વારંવાર ડૉક્ટરો દ્વારા કહેવામાં આવે છે કે, કોઈ પણ પ્રકારની દવા, કે ડાયટ પહેલા ડૉક્ટરની સલાહ લેવાનું રાખો! તેમ છતાં મોટા ભાગે લોકો સ્વાસ્થ્ય માટે ઇન્ટરનેટ પર આવતી જાહેરાતો અને દવાઓ પર ભરોસો કરવા લાગ્યાં છે, પરંતુ સ્વાસ્થ્ય માટે માત્ર નિષ્ણાંત ડૉક્ટરો પર જ વિશ્વાસ રાખવો જોઈએ, ના કે ઇન્ટરનેટ પર! કારણે કે, ઇન્ટરનેટ પર સ્વાસ્થ્યની સલાહ આપતાં લોકો પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી હોતી નથી, તે લોકો માત્ર રૂપિયા રળવા માટે આ બધુ કરતા હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button