શું તમારા What’sAppમાં ઓન છે આ એક સેટિંગ તો હેક થઈ જશે તમારો ફોન, પછી કહેતા નહીં કે…
વોટસએપ (What’sApp) આજના સમયમાં સૌથી વધુ અને મોટાભાગના લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ બની ચૂકી છે. દુનિયાભરમાં આ એપ્લિકેશનનો ઉપયોગ કરનારાઓની સંખ્યા કરોડોમાં છે. પરંતુ આ જ વોટ્સએપના ઉપયોગ દરમિયાન દેખાડવામાં આવતી નાની નાની લાપરવાહી તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. જ્યાં સુધી ભૂલ સમજાય છે ત્યાં સુધી ખૂબ જ મોડું થઈ ગયું હોય છે અને પસ્તાવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી.
આપણામાંથી મોટાભાગના લોકો વોટ્સએપ યુઝ કરતી વખતે નાની નાની ભૂલો કરે છે પણ એને કારણે તેઓ મુશ્કેલીમાં ફસાઈ શકો છો. જો તમે પણ આ મુશ્કેલીમાં પડતા બચવા માંગો છો તો આ લેખ તમારા માટે જ છે. આજે અમે તમને અહીં આવી જ એક સેટિંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે ઓન રહી જાય તો તમારો ફોન હેક થવાની શક્યતા વધી જાય છે. આજે જ તમે પણ તમારા વોટ્સએપમાંથી આ સેટિંગ ઓફ કરી દો. ચાલો જોઈએ કઈ છે આ સેટિંગ…
અમે અહીં જે સેટિંગની વાત કરી રહ્યા છીએ એ છે ઓટોમીડિયા ડાઉનલોડ ઓપ્શન. મોટાભાગના લોકોને જાણ નથી હોતી આ સેટિંગ વિશે. આ સેટિંગને કારણે થાય છે એવું કે તમને મિત્રો કે પરિવારના સભ્યો દ્વારા મોકલવામાં આવેલા ફોટો અને વીડિયો ઓટોમેટિકલી ડાઉનલોડ થઈ જાય છે. પરંતુ સ્કેમર્સ આ જ વસ્તુનો ફાયદો ઉપાડીને તમારા ફોનમાં માલવેર કે સ્પાયવેર મોકલી શકે છે. આ સોફ્ટવેરને કારણે તમારા ફોનની તમામ જાણકારી સ્કેમર્સ પાસે પહોંચી જાય છે અને તેઓ તમારો ફોન હેક કરી શકે છે.
વોટ્સએપની આ સેટિંગ વિશે અને તેનાથી થતાં નુકસાન વિશે જાણી લીધા બાદ હવે તમને થશે કે ભાઈ તો આનાથી બચવું કઈ રીતે? થોડી ધીરજ રાખો, અમે અહીં તમને એના વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.
આ પણ વાંચો…આમળાના પાંદ છે અનેક બીમારીનો ઈલાજ; ચહેરા પર યુવાનીને રાખસે અકબંધ
આ રીતે ઓફ કરો Auto Download Media
- સૌપ્રથમ વોટસએપ ઓપન કરીને કોર્નરમાં દેખાઈ રહેલાં ત્રણ ડોટ પર ક્લિક કરીને સેટિંગ પર ક્લિક કરો
- સેટિંગમાં જઈને ચેટ્સના ઓપ્શન પર ક્લિક કરો
- ચેટ્સના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી સામે મીડિયા ડાઉનલોડનો ઓપ્શન દેખાશે
- આ ઓપ્શનમાં ઓટો ડાઉનલોડ ઈનેબલ હશે તેને ડિસેબલ કરી દો
- બસ થઈ ગયું તમારું કામ અને ઓટો ડાઉનલોડ ઓપ્શન ઈનેબલ થઈ જશે
છે ને એકદમ કામની અને મહત્વની માહિતી? તમે પણ તમારા ફ્રેન્ડ અને પરિવારના સભ્યો સાથે આ માહિતી શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.