સ્પેશિયલ ફિચર્સ

દીકરી જન્મે તો આ નામ રાખજો, નવા પણ છે અને પવિત્ર પણ

આજકાલ સંતાનોના નામ રાખવામા માતા-પિતા ખૂબ જ મહેનત લે છે. જોકે ઘણીવાર જોવામળ્યું છે કે ફેશન કે આધુનિકતાના રવાડે ચડેલા માતા-પિતા સંતાનોના નામ અર્થ વિનાના રાખે છે જે ઘણીવાર બોલવામાં પણ અઘરા હોય છે. તો ચાલો આજે અમે તમને નવા લાગે તેવા અને માતા પાર્વતી સાથે જોડાયેલા અલગ અલગ નામના ઑપ્શન આપીએ છીએ.
જેમ કે, અ અક્ષર પરથી તમે નામ શોધી રહ્યા હોવ તો અદ્રિજા, અગજા, અક્ષયિની અને આર્યા નામ પસંદ કરી શકો છો. અદ્રિજાનો અર્થ થાય છે પહાડોની દીકરી, દેવી પાર્વતી સ્વયં હિમાલય પુત્રી છે. જ્યારે અગજા નામનો અર્થ છે ભવ્ય હિમાલયનું સંતાન, અક્ષયિની નામનો અર્થ છે જે અમર છે અને આર્યાનો અર્થ છે ખૂબ જ સન્માનનીય.

દેવી પાર્વતીના નામોની યાદીમાં ભાર્ગવી, ગિરિજા, હૈમા, ઇશાનવી નામ રાખી શકો છો. આ નામોમાંથી કોઇ એક નામ તમે તમારી દીકરી માટે પસંદ કરી શકો છો. ભાર્ગવી નામનો અર્થ દુર્વાના ઘાસ સમાન પવિત્ર થાય છે. ગિરિજાનો અર્થ છે જે પહાડોમાંથી નિકળે છે. ઇશાનવીનો અર્થ છે જે તમામ દિવ્ય જ્ઞાન ધરાવે છે.

તમારી દીકરી માટે ક અથવા લ પરથી નામ આવ્યું હોય તો તેને લાસ્યા અને મેનાજા નામ આપી શકો છો. લાસ્ય દેવી પાર્વતી દ્વારા કરવામાં આવતું એક સુંદર નૃત્યનું સ્વરૂપ છે. વળી જે અત્યંત શુભ છે તેને મંગલા કહે છે અને મેનાજા દેવી પાર્વતીના વધુ એક સુંદર નામોમાંથી એક છે.

આ સાથે નિલોહિતા નામ આપી શકો છો. નિલોહિતાનો અર્થ છે જે ભગવાન શિવની પત્ની છે, આ ઉપરાંત આ લિસ્ટમાં રુદ્રાક્ષી વિશાલાક્ષી નામ પણ છે. રુદ્રાક્ષી ભગવાન શિવની આંખોને કહેવામાં આવે છે. વિશાાક્ષી તેને કહે છે જેની આંખો સુંદર અને મોટી હોય.

તમારી દીકરી માટે ન અક્ષરથી શરૂ થતા નામ શોધી રહ્યા હોવ તો નિત્યા નામ આપી શકો છો, જેનો અર્થ થાય છે જે શાશ્વત છે. આ ઉપરાંત મહેશાની નામ પણ છે, જેનો અર્થ જે સર્વોચ્ચ છે તેવો થાય છે. દેવી પાર્વતીનું એક નામ જલપ્રિયા પણ છે જેનો અર્થ છે જે પાણીથી પ્રેમ કરે છે. આ સિવાય જ અક્ષર પરથી વિજયનું પ્રતિક અર્થવાળું નામ જયંતિ પણ રાખી શકો છો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button