પત્નીને ‘ચબી’ કહેવું પડ્યું ભારે! પતિને આપવું પડ્યું તગડું વળતર, કોર્ટે કહ્યું, આ તો…

આજકાલ ડિવોર્સના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, અને આ ડિવોર્સ પાછળ અલગ અલગ કારણો જવાબદાર હોય છે. પરંતુ તમે ક્યારેય એવા કિસ્સા વિશે સાંભળ્યું છે કે જ્યાં પતિએ મોબાઈલ ફોનમાં પત્નીનું નામ અલગ રીતે સેવ કર્યું હોય અને એને કારણે કોર્ટે એના માટે અલગથી સજા સંભળાવી હોય? સાંભળવામાં ભલે વિચિત્ર લાગે પરંતુ આ હકીકત છે અને આવું બન્યું છે તુર્કીમાં. ચાલો તમને જણાવીએ આખી ઈનસાઈડ સ્ટોરી…
ઘટના તુર્કીની છે જ્યાં ડિવોર્સ કેસની ચાલી રહેલી સુનાવણી દરમિયાન પત્નીએ પતિ પર એવો આક્ષેપ મૂક્યો હતો કે તેણે તેના મોબાઈલમાં તેનો નંબર ટોમ્બિક (ગોળ મટોળ)ના નામથી સેવ કર્યું છે. આ જ કારણે તેને ઈમોશનલ ડેમેજ થયું છે. આ વાતને કોર્ટે ગંભીરતાથી લઈને પતિને આદેશ આપ્યો છે કે તેણે આ માટે પત્નીને વધારાનું વળતર આપવું પડશે.
આપણ વાંચો: Yuzvendra Chahal એ Dhanshree Verma ને નાખી એવી ગૂગલી કે… વીડિયો થયો વાઈરલ…
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર તુર્કીની કોર્ટે ચૂકાદો આપ્યો છે કે મોબાઈલ ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં પત્નીનું નામ આ રીતે સેવ કરવું એ ભાવનાત્મક અને આર્થિક હિંસા સમાન છે. જે વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં પત્ની મેદસ્વી હોવાને કારણે તેનું નામ ચબી રાખ્યું હતું એની સામે અપમાનજનક અને વિવાહ માટે હાનિકારક હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.
કોર્ટમાં પત્નીએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે આ ઉપનામ અપમાનજનક છે અને એને કારણે તેના વૈવાહિક જીવનને નુકસાન થયું છે. કોર્ટે પણ આ વાત પર સહમતિ આપતા ચૂકાદો આપ્યો હતો. જ્યારે પતિએ પત્ની પર વળતો પ્રહાર કરતાં એવો આક્ષેપ મૂકયો હતો કે તેના ઘરે કોઈ બીજી વ્યક્તિ રહે છે. પરંતુ જ્યારે આ આક્ષેપની તપાસ કરવામાં આવી ત્યારે તેમાં કોઈ તથ્ય ન હોવાનું જાણવા મળ્યું હતું.
આખરે આ કપલના ડિવોર્સ ફાઈનલ થઈ ગયા અને બેવફાઈનો આક્ષેપ ખારિજ કરવામાં આવ્યો હતો. પતિને પોતાની ભૂતપૂર્વ પત્નીને ફિઝિકલ અને મોરલ બંને પ્રકારનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો. જોકે, પતિએ કેટલું વળતર ચૂકવવું પડશે એની રકમ જાહેર કરવામાં આવી નહોતી, પરંતુ હાલમાં ઓનલાઈન આ કેસની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. તમે પણ જો તમારા પાર્ટનરનું નામ કંઈક અલગ રીતે સેવ કર્યું હોય તો ચેતી જજો હં ને?



