“પતિ સંકટમાં સ્ત્રીધનનો ઉપયોગ કરી શકે છે, પછીથી પરત કરવું પડશે…” મહિલાઓના સ્ત્રી ધન અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મહિલાઓના સ્ત્રી ધન અંગે મહત્વનો નિર્ણય જણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પતિનો તેની પત્નીના ‘સ્ત્રીધન’ પર કોઈ અધિકાર નથી. મહિલાનું સ્ત્રી ધન તેની પોતાની સંપત્તિ છે, જે મહિલા તેની ઇચ્છા મુજબ ખર્ચ કરી શકે છે. જોકે, સંકટ સમયે પતિ તેનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેણે તેની પત્નીને સ્ત્રી ધન ્થવા તેની કિંમત પરત કરવાની નૈતિક જવાબદારી છે. કોર્ટે મહિલાને તેનું 25 લાખ રૂપિયાનું સોનું તેના પતિને પરત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
કોર્ટમાં આવેલા કેસમાં મહિલાએ દાવો કર્યો હતો કે તેના પરિવારે તેના લગ્ન સમયે 89 સોનાના સિક્કા ભેટમાં આપ્યા હતા. લગ્ન બાદ તેના પિતાએ તેના પતિને 2 લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો હતો. મહિલાના કહેવા પ્રમાણે, લગ્નની પહેલી રાત્રે પતિએ તેના તમામ દાગીના લઈ લીધા અને તેને સુરક્ષિત રાખવાના બહાને તેની માતાને આપી દીધા. મહિલાનો આરોપ છે કે તેના પતિ અને તેની માતાએ દેવું ચૂકવવા માટે તેના તમામ દાગીનાનો દુરુપયોગ કર્યો હતો. પારિવારિક અદાલતે 2011 માં જણાવ્યું હતું કે પતિ અને તેની માતાએ હકીકતમાં અપીલ કરનાર મહિલાના સોનાના દાગીનાનો દુરુપયોગ કર્યો હતો અને તેથી તે નુકસાન માટે વળતર મેળવવા માટે હકદાર છે.
કેરળ હાઈકોર્ટે ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવેલી રાહતને નકારતા કહ્યું હતું કે મહિલા તેના પતિ અને તેની માતા દ્વારા સોનાના દાગીનાની ગેરઉપયોગને સાબિત કરી શકતી નથી. ત્યારબાદ મહિલાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું કે ‘સ્ત્રીધન’ એ પત્ની અને પતિની સંયુક્ત મિલકત નથી અને પતિનો માલિક તરીકે મિલકત પર કોઈ સ્વતંત્ર આધિપત્ય કે અધિકાર નથી. સ્ત્રી ધન એ મહિલાની જ સંપત્તિ છે. સંકટ સમયે પતિ આ સ્ત્રી ધનનો ઉપયોગ કરી શકે છે, પણ પછીથી તેણે પત્નીને તેનું સ્ત્રીધન પરત કરવું જ પડશે.