સ્પેશિયલ ફિચર્સ

હમ દિલ દે ચૂકે સનમઃ યુપીનો આ પતિ તો અજય દેવગન કરતા પણ આગળ નીકળ્યો

ઘણા સમય પહેલા આવેલી ઐશ્વર્યા, અજય દેવગન અને સલમાન ખાનની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ લોકોને યાદ જ હશે. ફિલ્મમાં લગ્ન બાદ અજય દેવગનને ખબર પડે છે કે પત્ની સલમાનના પ્રેમ છે અને તે તેને લઈ વિદેશ જાય છે, જોકે ઐશ્વર્યા પછીથી દેવગન સાથે રહેવાનું જ પસંદ કરે છે, પણ યુપીમાં આમ નથી બન્યું. અહીં પતિએ પત્નીના લગ્ન પ્રેમી સાથે કરાવ્યા અને તેમની વિદાય પણ કરી.
દેવરિયાના બરિયારપુરમાં, એક વ્યક્તિ તેની પરિણીત પ્રેમિકાના સાસરે તેને મળવા આવ્યો હતો. લોકોને આ વાતની જાણ થતાં જ તેમણે પ્રેમીને માર માર્યો હતો. પરંતુ આ જોઈને પતિનું દિલ દુઃખી થયું. તેણે પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે મંદિરમાં કરાવ્યા. પછી તેઓએ તેને આનંદ અને ખુશી સાથે વિદાય આપી.
આ અનોખા લગ્ન હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ મામલો દેવરિયા જિલ્લાના બરિયારપુર નગર પંચાયત પોલીસ સ્ટેશનનો છે. અહીં રહેતા એક યુવકના લગ્ન એક વર્ષ પહેલા બિહાર રાજ્યના ગોપાલગંજ જિલ્લાના થાના ભોર વિસ્તારના એક ગામમાં થયા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ શુક્રવારે રાત્રે પત્નીનો પ્રેમી, જે બિહારના ભોરનો રહેવાસી છે, અચાનક તેની પ્રેમિકાને મળવા બરિયારપુરમાં તેના સાસરે પહોંચ્યો. જ્યારે તે ઘરની અંદર પકડાયો ત્યારે ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. પ્રેમીને ભારે માર માર્યો હતો.
તેના પ્રેમીને આટલી ખરાબ રીતે મારતો જોઈને પ્રેમિકાએ તેના પતિને તેને જવા દેવા માટે વિનંતી કરવાનું શરૂ કર્યું. આ જોઈને પતિનું હૃદય પીગળી ગયું અને તેણે પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવવાનું નક્કી કર્યું. પતિએ પહેલા તેના પરિવારના સભ્યો અને સાસરિયાઓને સમજાવ્યા. જ્યારે તે આ લગ્ન માટે રાજી થયો ત્યારે પતિએ તેની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે મંદિરમાં કરાવી દીધા. પછી બંનેને ખુશીથી વિદાય આપી.
બિહારના ગોપાલગંજ જિલ્લાના ભોર પોલીસ સ્ટેશનના રેડવરિયા ગામનો રહેવાસી આકાશે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે તેને તેના પડોશના ગામમાં રહેતી એક યુવતી સાથે બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. તે વેલ્ડીંગનું નાનું કામ કરે છે. દરમિયાન, એક વર્ષ પહેલા દેવરિયાના બરિયારપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવતીના લગ્ન થયા હતા પરંતુ તે તેની પ્રેમિકાને ભૂલી શક્યો ન હતો. દરમિયાન શુક્રવારે રાત્રે તે તેને મળવા તેના સાસરે પહોંચ્યો હતો. પહેલા ગામલોકોએ તેને ત્યાં માર માર્યો. પરંતુ તે બાદ પતિએ પત્નીની ઈચ્છાને ધ્યાનમાં રાખી પ્રેમી સાથે જ તેના લગ્ન કરાવી દીધા.
પોલીસ સ્ટેશનના પ્રભારીના જણાવ્યા અનુસાર તેમને પણ આ મામલાની માહિતી મળી હતી. પરંતુ ગ્રામજનોએ ગ્રામ્ય કક્ષાએ મામલો થાળે પાડ્યો હતો.
ઘણીવાર નિર્દોષ પતિઓ પતિના શકનો શિકાર બનતી હોય છે અને પત્નીના અન્યત્ર સંબંધોની શંકામાં હત્યા થયાના કિસ્સા પણ બનતા રહે છે ત્યારે નાનકડા ગામમાં રહેતા એક પુરુષે આટલું મોટું હૃદય રાખી પત્નીના લગ્ન તેની ઈચ્છા મુજબ કરાવ્યા તે વાત ખરેખર અનોખી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ પાંચ વેકેશન ડેસ્ટિનેશન… એક વખત જશો તો… પોતાની માતાની સાડી અને દાગીના પહેરીને દુલ્હન બની છે આ સેલિબ્રિટીઝ આ રીતે ઘરે જ બનાવો ઑર્ગેનિક કાજલ