WhatsAppનું આ ખાસ ફીચર છે ખૂબ જ કામનું, જાણી લેશો તો ફાયદામાં રહેશો, પછી કહેતાં નહીં કે કીધું નહોતું…

આજનો જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરેક વ્યક્તિ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હોય જ છે. પરંતુ વાત સૌથી વધુ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મની થઈ રહી હોય તો તે છે વોટ્સએપ. કરોડો યુઝર્સ વોટ્સએપનો ઉપયોગ કરે છે. આ પ્લેટફોર્મ પર યુઝર્સને જાત જાતના ફીચર્સ આપવામાં આવે છે. આજે અમે અહીં તમને વોટ્સએપના આવા જ એક ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
વોટ્સએપ કમ્પેનિયન મોડ છે ફિચરનું નામ
વોટ્સએપમાં એવા અનેક ફીચર્સ હોય છે કે જેની મદદથી તમારું કામ ખૂબ જ સરળ બની જાય છે. આજે આપણે અહીં વાત કરીશું વોટ્સએપના એક આવા જ ફીચર વિશે કે જેની મદદથી તમે તમારું વોટ્સએપ એકાઉન્ટ ચાર અલગ અલગ ડિવાઈસ પર લોગ ઈન કરી શકો છો. વોટ્સએપના આ ફીચરનું નામ છે વોટ્સએપ કમ્પેનિયન મોડ. જે તમને વોટ્સએપ સેટિંગમાં લિંક ડિવાઈસના નામે મળશે.
કઈ રીતે ઉપયોગ કરશો આ ફિચરનો?
વોટ્સએપના આ ફીચરનો ઉપયોગ કરીને તમે તમારું એકાઉન્ટ ચાર અલગ અલગ જગ્યાએ યુઝ કરી શકી છો. આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે તમારું વોટ્સએપ ઓપન કરીને જમણી બાજુએ દેખાઈ રહેલાં ત્રણ ડોટ પર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન જોવા મળશે. આ વિવિધ ઓપ્શનમાંથી એક ઓપ્શન એટલે લિંક્ડ ડિવાઈસ. આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે એક સ્કેનર જોવા મળશે, અને તમારે કમ્પેનિયન ડિવાઈઝના ક્યુઆર કોડને સ્કેનરથી સ્કેન કરો. તમારું ડિવાઈસ લિંક થઈ જશે.
ડેસ્કટોપ પર આ રીતે ઉઠાવો ફાયદો…
ડેસ્કટોપ પર જ્યારે તમે આ ફીચરનો ઉપયોગ કરવા માંગો છો તો તમારે વોટ્સએપ વેબ કે વોટ્સએપ એપનો ઉપયોગ કરવો પડશે. ત્યાં પણ તમે સ્ક્રીન પર દેખાઈ રહેલાં ક્યુઆર કોડને સ્કેન કરીને વોટ્સએપ એકાઉન્ટ લિંક કરી શકો છો. આમ તમે તમારું એકાઉન્ટ ચાર અલગ અલગ ડિવાઈસ પર લોગઈન કરી શકો છો.
છે ને એકદમ કામની અને અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
આપણ વાંચો: 4 કે 5? જાણો કઈ તારીખે છે દેવ દિવાળી, જાણો દેવ દિવાળીનું ધાર્મિક મહત્વ અને પૂજનનું શુભ મુહૂર્ત



