વજન ઉતારવાના ખોટા પેંતરા છોડો અને કરો આ પ્રયોગ, પરિણામ આવશે જ
વજન ઉતારવાના અવનવા નુસખાઓથી ઈન્ટરનેટ છલકાઈ ગયું છે. દરેક પાસે કોઈને કોઈ દવા, ડાયેટ પ્લાન કે યોગાસન છે જેનાથી વજન ઘટી શકે છે. પણ વજન ઘટાડવાના અમુક વૈજ્ઞાનિક તથ્યો છે તે ધ્યાનમાં રાખી જો કસરત અને ડાયેટ પ્લાન કરવામા આવે તો ફરક જરૂર આવે છે.
સૌ પ્રથમ, તમારે તમારા આહારમાંથી ફેટ અને હાઈ કેલરીવાળા ખોરાકને ઓછો કરવો પડશે. આ પછી તમારે તમારા આહારમાં હાઈ ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો પડશે. ઉપરાંત ગટ બેક્ટેરિયાને વધારવો પડશે જેથી ડાયજેશન ઝડપી બને અને પછી વજન ઘટાડવામાં મદદ મળે.
આજે અમે તમને બે એવી સિમ્પલ રેસિપી બતાવવા જઈ રહ્યા છીએ જે એકદમ ઈઝી અને ઈફેક્ટિવ છે. આ બન્ને રેસિપી બને છે દહીંમાંથી.
વજન ઘટાડવા માટે દહીંથી સારું બીજું કંઈ નથી. તે પ્રોબાયોટીક્સથી સમૃદ્ધ છે, ગટ બેક્ટેરિયાને વધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં વિટામિન સી પણ હોય છે જે ફેટ કટરની જેમ કામ કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
દહીં-મખાણા મિક્સ
એક વાટકીમાં દહીં લો. તેમાં મખાણા મિક્સ કરો. હવે તેમાં થોડું મીઠું ઉમેરો. પછી એક કડાઈમાં સરસવનું તેલ નાખી તેમાં સરસવના દાણા નાખો. કરી પત્તા ઉમેરો. હવે આરામથી બેસીને સવારના નાસ્તામાં દહીં-મખાણા ખાઓ. આખો દિવસ તાજગી રહેશે, પાચન સારું થશે અને સમય જતા વજન ઘટાડવામા મદદ મળશે.
દહીં-મમરા મિક્સ
એક વાટકીમાં તાજું દહી લો. મમરા અથવા પૌઆ તેમાં નાખો. બંનેને મિક્સ કરો. -ડુંગળી, મીઠું, લીલું મરચું, ધાણાજીરું અને કાળા મરીનો પાવડર મિક્સ કરીને ખાઓ. તમને ફાવે તો થોડી ખાંડ કે ગોળ મિક્સ કરી શકો.
મમરા, પૌઆ કે મખાણા દહીંમાં ભેળવીને ખાવાથી ચરબીને પચાવવામાં અને પછી કેલરી બર્ન કરવામાં મદદ મળશે. આ બધામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે અને પછી ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ સિવાય આ બંનેમાં પ્રોટીન પણ ભરપૂર હોય છે જે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે.
આ પ્રયોગ તમે તમારા નિષ્ણાતની સલાહ અનુસાર કરી શકો.