Mobileમાં કેમ હોય છે આઈ પ્રોટેક્શન મોડ? 99 ટકા લોકોને નથી ખબર સાચો ઉપયોગ…

એક સમય હતો કે જ્યારે માણસની ત્રણ જ મૂળભૂત જરૂરિયાત હતી કે જેમ કે રોટી, કપડાં ઔર મકાન… પરંતુ હવે સમય બદલાયો છે અને આ ત્રણ વસ્તુ સાથે એક ચોથી વસ્તુ જોડાઈ ચૂકી છે અને એ એટલે મોબાઈલ ફોન. અનેક લોકો દિવસનો મોટા ભાગનો સમય મોબાઈલ પર વિતાવે છે. હવે મોબાઈલ ફોન યુઝ કરતાં હોવ તો તમને ખ્યાલ હશે જ કે મોબાઈલ ફોનમાંથી નીકળતી લાઈટ્સ આંખો માટે નુકસાનકારક છે, અને મોબાઈલમાં આના માટે એક ખાસ ફીચર આપવામાં આવે છે આઈ પ્રોટેક્શન મોડ. અનેક લોકોને આ મોડ વિશે નથી ખબર હોતી, જો તમે પણ મોબાઈલ પર લાંબો સમય પસાર કરતાં હોવ તો આ સ્ટોરી તમારા માટે જ છે.
મોબાઈલ ફોન તમે પણ વધારે સમય પસાર કરી રહ્યા હોવ તો તમને ખ્યાલ હશે ફોનમાં આઈ પ્રોટેક્શન મોડ હોય છે. પરંતુ અનેક લોકોને આ મોડનો ઉપયોગ કઈ રીતે એનો ખ્યાલ નથી હોતો કે તેઓ આ મોડ ઓન કરી લેવાથી ખૂબ જ ફાયદો પણ થાય છે આજે અમે અહીં તમને આ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.
આપણામાંથી અનેક લોકો સાથે એવું થાય છે કે આખો દિવસ ફોન યુઝ કર્યા બાદ કર્યા બાદ માથુ અને આંખો દુઃખવા લાગે છે. આ માટે તમારો સ્માર્ટ ફોન જવાબદાર છે. પરંતુ જો તમે તમારા મોબાઈલ ફોનમાં આઈ પ્રોટેક્શન કે પછી આઈ કમ્ફર્ટ મોડ ઓન કરી લો છો તો આ સમસ્યાઓમાંથી સરળતાથી બચી શકાય છે.
વાત જાણે એમ છે ફોનમાં આઈ કમ્ફર્ટ મોડ કે આઈ પ્રોટેક્શન મોડ હોય છે અને આ સેટિંગને ઓન કરી લેવાથી મોબાઈલ ફોનની સ્ક્રીન થોડી પીળાશ પડતી થઈ જાય છે. હકીકતમાં આ મોડ તમારા ડિવાઈસમાંથી નીકળતી બ્લ્યુ લાઈટ્સને કન્ટ્રોલ કરે છે. લાંબા સમય સુધી ફોનને જોવાને કારણે આંખ પર તાણ આવે છે. તમારા ફોન પર આઈ કમ્ફર્ટ મોડનો ઉપયોગ કરવાથી આંખ પર પડનારો તાણ ઘટાડવામાં મદદ કરે છે.
જો તમે મોબાઈલ ફોનનો વધારે ઉપયોગ કરો છો અને આઈ પ્રોટેક્શન મોડ ઓન નથી કરતાં તો રાતના સમયે ઊંઘ આવવામાં સમસ્યા થઈ શકે છે. જો તમને પણ રાતના સમયે ઊંઘ નથી આવતી તો એનું કારણ તમારું આખો દિવસ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું છે.
કઈ રીતે આઈ પ્રોટેક્શન મોડ કરશો ઓન?
ફોનમાં આઈ પ્રોટેક્શન મોડ ઓન કરવા માટે તમારે કેટલાક સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવા પડશે, જે અમે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ-
⦁ સૌથી પહેલાં તો આ મોડ ઓન કરવા માટે તમારે તમારા ફોનની સેટિંગ પર જાવ
⦁ હવે ડિસ્પ્લે સેટિંગ પર જાવ, અહીં તમને આઈ કમ્ફર્ટ મોડ કે આઈ પ્રોટેક્શન મોડનું ઓપ્શન દેખાશે
⦁ આ મોડ પર ટેપ કરીને ઓન કરી લો
⦁ જેવું તમે આ મોડ ઓન કરશો એટલે તમારા મોબાઈલ ફોનની સ્ક્રીન પર પીળાશ પડતી થવા લાગશે