તમે ખાવ છો એ કેરી કુદરતી રીતે પાકેલી છે કે કેમિકલથી પકાવેલી? આ Simple Tipsથી ઓળખો…
ઉનાળો આવે અને લોકોના અને એમાં પણ ખાસ કરીને આપણે ગુજરાતીઓના મનમાં પહેલો વિચાર આવે કેરીનો… ઉનાળો નાના-મોટા સૌને ગમ એનું એક જ કારણ છે અને એ એટલે કે આ જ સિઝનમાં બળબળતી બપોરે ઠંડો ઠંડો કેરીનો રસ કે કેરી ખાવા મળી જાય તો જલસો પડી જાય…
કેરીનું નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય છે, પરંતુ આજના સમયમાં ફેરિયાઓ કેરીને જલદી પકાવવા માટે કેમિકલ કે અલગ અલગ રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આવી કેરીનું સેવન કરવું આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. પરંતુ હવે લાખ રૂપિયાનો સવાલ એ છે કે આખરે કેમિકલથી જબરજસ્તી પકાવેલી કેરીને ઓળખવી કઈ રીતે? ડોન્ટ વરી, અમે આજે તમને એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
સામાન્યપણે મોટાભાગના ફેરિયાઓ કેરીને જલદી પકાવવા માટે કેલ્શિયન કાર્બાઈડનો ઉપયોગ કરે છે. કેલ્શિયમ કાર્બાઇડ હવાના સંપર્કમાં આવે ત્યારે એસિટિલિન નામનો ગેસ રિલીઝ કરે છે જેને કારણે કેરી ઝડપથી પાકે છે. આ સિવાય ઘણા લોકો કેરીને જલદી પકાવવા માટે ઇથિલિન નામના ગેસનો ઉપયોગ કરે છે. આ બંને પ્રકારે પકાવવામાં આવેલી કેરીઓ આરોગ્યા માટે જોખમી સાબિત થઈ શકે છે. FSSAI દ્વારા કેલ્શિયમ કાર્બાઇડને બેન કરી દેવામાં આવ્યું છે.
તમે ખાવ છો એ કેરી કેમિકલ પકાવવામાં આવેલી છે કે કુદરતી રીતે પાકેલી એ જાણવા માટે તમારે અહીં જણાવવામાં આવેલા સિમ્પલ મુદ્દાઓને ધ્યાનમાં રાખવું પડશે-
⦁ જો તમે કેમિકલથી પકાવવામાં આવેલી અને કુદરતી રીતે પાકેલી કેરી વચ્ચેનો તફાવત જાણવા માંગતા હોવ તો તેના રંગ પર ધ્યાન ખાસ ધ્યાન આપો. કેમિકલથી પકાવવામાં આવેલી કેરીઓને પર લીલા રંગના ડાઘ જોવા મળે છે.
ALSO READ: કેસર કેરીની રાહ જોઈને બેઠા છો? તો આ વાંચી લો
⦁ કેમિકલથી પકાવવામાં આવેલી કેરી કુદરતી રીતે પકાવવામાં આવેલી કેરી કરતાં વધુ રસાળ હોય છે અને એને કારણે તમે એમાંથી વધુ રસ ટપકતો જોવા મળી શકે છે.
⦁ કુદરતી અને કેમિકલથી પકાવેલી કેરીનો ફરક તમે પાણીથી પણ કરી શકો છો. કેરીને પાણીથી ભરેલી એક ડોલમાં નાખો. આવું કરીને તમે પણ કેરી કેમિકલથી પકાવેલી કેરી વિશે સરળતાથી ઓળખી શકો છો. જો પાણી ભરેલી બાલદીમાં કેરી નાંખો અને તે ડૂબી જાય તો તે કુદરતી રીતે પકાવેલી છે અને જો કેરી પાણીમાં તરવા લાગે તો સમજી જાવ કે કેરી કેમિકલથી પકાવેલી છે.
⦁ કેરી ખરીદો તો તેને એક વખત દબાવીને ચેક કરો. જો કેરીને હળવા હાથે દબાવો અને કેરી સોફ્ટ લાગે તો તે કુદરતી રીતે પકાવેલી છે. પણ જો અમુક જગ્યાએ કેરી કડક લાગે તો તે કેમિકલથી પકાવવામાં આવેલી છે.